- રાજ્યમાં ચોમાસા સિઝનની શરૂઆત
- વરસાદ સાથે પાણી જન્ય રોગો માટે તંત્ર તૈયાર
- મહેસાણામાં ગપ્પી માછલીનો પ્રયોગ કરવામાં આવ્યો
મહેસાણા: રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ થઈ ચુક્યો છે. ચોમાસાની સિઝન વરસાદ સાથે અનેક પાણીજન્ય બિમારીઓ પણ સાથે લાવે છે. કોરોના કાળમાં પાણીજન્ય રોગો સામે લડવા માટે સરકારી તથા હોસ્પિટલ તંત્ર તૈયાર છે. મહેસાણા જિલ્લામાં આવી પાણીજન્ય રોગો ફેલાય નહીં તે માટે ચોમાસાની સિજનને ધ્યાને રાખીને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કામગીરી શરૂ કરવામાં આવી છે. ડેન્ગ્યુ અને મેલેરિયા સહિતના વાહકજન્ય રોગોને અટકાવવા ખાસ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : તાપી જિલ્લામાં લેપ્ટોસ્પાઇરોસિસના કેસમાં ધરખમ ઘટાડો, જાણો શું છે મનુષ્યો માટે ઘાતકી એવો આ ચેપી રોગ
ગીપ્પી માછલીનો પ્રયોગ
જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ચોમાસાના વરસાદના પાણી કે સ્થાયી રીતે પાણી ભરાઈ રહે તેવી જગ્યાઓ પર ડેન્ગ્યુ અને મેલેરિયાના મચ્છરોનો ઉપદ્રવ અટકે માટે ગપ્પી માછલી અને બળેલું ઓઈલ છોડી પોરા નાશક કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં વિવિધ સ્થળોએ ગપ્પી માછલીઓનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે જે માછલીઓ ગામડાઓ અને શહેરો સુધી મોકલી આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ભરાઈ રહેલા પાણીમાં છોડવામાં આવી રહી છે. જેથી પાણીમાં ઉતપન્ન થતા પોરાનો નાશ થઈ શકે અને પોરનો નાશ થતા પોરા માંથી ઉત્પન્ન થતા મેલેરિયા ડેન્ગ્યુના મચ્છરોનો ઉપદ્રવ અટકી શકે માટે ગપ્પી માછલી પાણીમાં છોડવાનો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : વડોદરા: વરસાદી સિઝનના કારણે પાણીજન્ય ચેપીરોગમાં વધારો, શું ધ્યાન રાખવું આ સિઝનમાં