ETV Bharat / state

Gujarat Assembly Election 2022 : મહેસાણાની વિસનગર વિધાનસભા બેઠક જ્યાં પાટીદારોએ ભાજપને હંમેશા વધાવ્યો ત્યાં આ વખતે નવાજૂની થશે?

author img

By

Published : Apr 13, 2022, 6:01 AM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) આવી રહી છે. ત્યારે ETV Bharat આપને ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો વિશે માહિતી આપી રહ્યું છે. જેમાં દરેક બેઠકનું મહત્વ છે, VIP ઉમેદવાર અને શા કારણે વિધાનસભા બેઠકની ઓળખ છે એવી તમામ માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ. આજે જાણો મહેસાણાની વિસનગર વિધાનસભા બેઠક (Visnagar Assembly Seat) વિશે.

Gujarat Assembly Election 2022 : મહેસાણાની વિસનગર વિધાનસભા બેઠક જ્યાં પાટીદારોએ ભાજપને હંમેશા વધાવ્યો ત્યાં આ વખતે નવાજૂની થશે?
Gujarat Assembly Election 2022 : મહેસાણાની વિસનગર વિધાનસભા બેઠક જ્યાં પાટીદારોએ ભાજપને હંમેશા વધાવ્યો ત્યાં આ વખતે નવાજૂની થશે?

મહેસાણાઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને (Gujarat Assembly Election 2022) હવે ગણતરીનો સમય જ બાકી રહ્યો છે ત્યારે વિસનગરનું રાજકારણ (Visnagar Assembly Seat) પણ સક્રિય બન્યું છે. ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય પાર્ટીઓના કાર્યકરોથી લઈને ધારાસભ્યો અને અન્ય નેતાઓ હવે ફરી સક્રિય બન્યા છે. કેમકે આ વર્ષની વિધાનસભાની ચૂંટણી (Election 2022)ખરાખરીની રહેશે અને આ વર્ષ ભલભલા નેતાઓ ગોથું મારી જાય તો પણ નવાઈ નહી તેવી સ્થિતિ પણ સર્જાશે. આ વખતની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીની એન્ટ્રીને લઇને પાટીદાર મતોનું ( Patidar Andolan )ભાજપ તરફી ઘ્રુવીકરણ ઘોંચમાં પડતું જણાઇ રહ્યું છે. આ બેઠક પર પાટીદારોના મત વિના જીતી શકવું (Gujarat election 2022 )કોઇપણ પક્ષ માટે લગભગ અશક્ય જેવું છે. મહેસાણા (Assembly seat of mehsana)જિલ્લા માટે આ વાતનું વજન વધી જાય છે.

વિસનગરના મતદારોને આ ચૂંટણીમાં રીઝવવા અઘરા પડશે

વિસનગર બેઠકની ડેમોગ્રાફી - વિસનગર વિધાનસભા સીટની જો વાત કરવામાં આવે તો વિસનગર સીટ પર હાલમાં ભાજપનો કબ્જો છે. અહી ધારાસભ્ય તરીકે ઋષિકેશ પટેલ (Rishikesh Patel Seat) ભાજપ થકી જન પ્રતિનિધિ તરીકે ચૂંટાઈ આવેલા છે. ઋષિકેશ પટેલનો જન્મ સુંઢીયા ગામે થયેલો. ઋષિકેશ પટેલ આમતો પોતે એક બિલ્ડર છે અને સિવિલ એન્જીનયર પણ છે. ત્યારે ભણતર સાથે જીવનનું ઘડતર તેમનું એક જ દિશામાં ચાલ્યું હતું. રાજ્યની નાની મોટી સિટીઓમાં પોતાની બિલ્ડર લોબીમાં નામચીન ઋષિકેશ પટેલે ઠેકઠેકાણે બિલ્ડીંગો, શોપિંગ સેન્ટરો અને દુકાનો જેવા બાંધકામો કરી પોતાના વ્યવસાયમાં ખૂબ સારી પ્રસિદ્ધિ હાંસલ કરી છે. ધારાસભ્ય ઋષિકેશ પટેલની જો વાત કરીએ તો એમની રાજકીય સફર જ ભાજપ સાથે શરૂ થઈ હતી. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં હતાં ત્યારે એક બિલ્ડર તરીકે ઓળખ ધરાવતા ઋષિકેશ પટેલને વર્ષ 2002માં ભાજપ તરફથી એક નવા જ અંદાજ સાથે નવા ચહેરા તરીકે મેદાને ઉતારવામાં આવ્યા હતાં. બસ ત્યારથી પોતાની બિલ્ડર લોબી અને પાટીદારો સહિત જનતાનો સાથ લઈ વિજયી બનેલા ઋષિકેશ પટેલ સમગ્ર જિલ્લામાં સિતારા તરીકે ઉભરી આવ્યા હતાં. પક્ષ દ્વારા તેમને ધારાસભ્યનું પદ હોવા છતાં જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લા પ્રમુખ તરીકેનું સુકાન સોંપવામાં આવ્યું હતું. જે જવાબદારી ઋષિકેશ પટેલ દ્વારા બખૂબી નિભાવવામાં આવી હતી. જેને લઇ માત્ર પોતાના વિસનગરમાં જ નહીં, પરંતુ જિલ્લામાં પણ તેમનો ડંકો સંભળાવવા લાગ્યો. ત્યાર બાદ તેઓ વિસનગર વિધાનસભા સીટ પર સતત 3 ટર્મ વિજયી બન્યાં હતાં.

અત્યાર સુધીની ચૂંટણીઓના પરિણામ: ભૂતકાળની વિધાનસભા ચૂંટણીમાં દરેક વખતે કોંગ્રેસ દ્વારા ઋષિકેશ પટેલની હરીફમાં ઉમેદવાર ઉતારવામાં આવ્યા હતાં. પરંતુ સતત 3 ટર્મ વર્ષ 2007ની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2017) 1,20,599 કુલ મતદારોમાંથી ભાજપના ઋષિકેશ પટેલને 63,142 અને કોંગ્રેસના બબલદાસ પટેલને 33,304 મતો મળેલા. વર્ષ 2012ની ચૂંટણીમાં 1,41,242 કુલ મતદારોમાંથી ભાજપના ઋષિકેશ પટેલને 76,185 અને કોંગ્રેસના ભોળાભાઈ પટેલને 46,786 મતો મળેલા. વર્ષ 2017ની ચૂંટણીમાં 1,58,346 કુલ મતદારમાંથી ભાજપના ઋષિકેશ પટેલને 77,496 અને કોંગ્રેસના મહેન્દ્ર પટેલને 74,644 મતો મળેલા. આમ ઋષિકેશ પટેલને મતદારો સતત જીત અપાવતાં રહ્યાં છે. હાલમાં આ બેઠક પર 2017ની સ્થિતિ પ્રમાણે કુલ 2,11,833 જેટલા મતદારો રહ્યા છે. જેમાં 1,01,471 મહિલા અને 1,10,362 ટકા પુરુષ મતદારો છે.

વિધાનસભાના મતદારો
વિધાનસભાના મતદારો

આ પણ વાંચોઃ Gujarat Election 2022 : સુરતની વરાછા બેઠક જે પાટીદારોના બળે આપનું જોર વધારનારી બની ગઈ, જાણો તેની વિશેષતા

ઋષિકેશ પટેલની પહોંચ ખરી પણ લોકો નારાજ પણ છેઃ વિસનગર વિધાનસભા વિસ્તારમાં લોકોની સમસ્યા હોય કે મુશ્કેલીઓ ઋષિકેશ પટેલ હરહમેશ લોકોની વાત સાંભળતા આવ્યા છે. પરંતુ કેટલીકવાર તેમના ખોટા વચનોથી લોકો નારાજ પણ થાય છે. વિસ્તારમાં સારા વિકાસ માત્ર કાગળ પર જ થયેલા છે. જોકે તાજેતરમાં નવી સરકારની રચના થતા રાજ્ય સરકારે તેમને કેબિનેટપ્રધાન બનાવી આરોગ્ય, જળ સંપત્તિ અને મેડિકલ શિક્ષણ વિભાગોની જવાબદારી સોંપી છે જે વિસનગર વિધાનસભા બેઠક અને જિલ્લા માટે ગૌરવની બાબત રહી છે.

ઋષિકેશ પટેલ વિસનગર વિધાનસભા સીટ પર સતત 3 ટર્મથી વિજયી

બેઠકની ખાસિયત છે શિક્ષણ અને રોજગાર - મહેસાણા જિલ્લાના મુખ્ય મથકથી 20 કિમી દૂર આવેલા વિસનગરની ઓળખ શિલ્પ સ્થાપત્યો નહીં, પરંતુ તાંબા પીત્તળના વાસણોથી થાય છે. આ નગરીની તામ્રનગરી તરીકેની ઓળખ છે. સાથે આ નગરમાં ગાયકવાડી સમયથી ઉચ્ચ શિક્ષણનો સાગર વહેતો હોઈ તે શૈક્ષણિક નગરી તરીકે પણ જાણીતું છે. તો ભૂતકાળમાં હીરા ઉદ્યોગ અને સ્પીનીગ મિલ આ નગરમાં અસ્તિત્વ ધરાવતા હોઈ આ નગરને જિલ્લાનું સુરત પણ માનવામાં આવે છે. અહીં વાસણો અને કાપડ માટેના બજારો પણ પ્રખ્યાત છે. તો કારીગરીમાં આ નગરનો વટ છેક અંબાજી તીર્થધામમાં મંદિરના મુગટને સોનેથી મઢનાર કારીગરોએ જાળવી રાખ્યો છે. આમ જિલ્લામાં સામાન્ય જનજીવન થકી ભિન્ન ભિન્ન ક્ષેત્રે સંકળાયેલા પ્રચલિત શહેર વિસનગરની રાજયમાં અડીખમ ઓળખ છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : આપ ગુજરાત પ્રભારી ડોક્ટર સંદીપ પાઠકનો 58 બેઠક પર જીતનો દાવો

આ વિસ્તારના લોકોની માગ: વિસ્તારમાં રહેલી સામાન્ય સમસ્યાઓની વાત કરીએ તો અહીં શહેરી વિકાસ, ઉદ્યોગો, રોજગારીની તકો કે પછી સરકારી શૈક્ષણિક સંકુલોની વ્યવસ્થાઓ, વર્ષોથી ખંડેર હાલતમાં રહેલી શહેરની જનરલ હોસ્પિટલ કે ત્યાં સારવાર માટે આવતા તમામ કેસ રીફર કરવા પડતા હોઈ અહીંની જનતા તોબા પોકારી ઉઠી છે. તો વળી ખેડૂતો માટે જીવાદોરી સમાન ધરોઈ ડેમના નીર પણ અહીં સીઝનમાં પૂરતા પહોંચતા નથી અને અન્ય માસમાં કેનલો ખાલીખમ જોવા મળે છે. ત્યારે અહીંની પરિસ્થિતિ જોતા સતત 4 ટર્મથી ચૂંટાઈ આવતા ધારાસભ્ય ઋષિકેશ પટેલ રાજકારણી તરીકે પ્રજાના મનમાં ઘર કરવામાં હજુ પૂરા સફળ થયાં નથી.

વિસનગરના આ પ્રશ્નો ઉકેલ માગે છે
વિસનગરના આ પ્રશ્નો ઉકેલ માગે છે
જો આગામી ચૂંટણીની (Gujarat Assembly Election 2022) વાત કરીએ તો ઋષિકેશ પટેલ સામે પ્રજાની કેટલીક નારાજગી અને સામાજિક ફેક્ટરો જોતાં તેમને રિપીટ કરવા પક્ષ માટે હાનિકારક નીવડી શકે તેમ છે. તો બીજી તરફ બિલ્ડર તરીકે આર્થિક સધ્ધરતા ધરાવતા ઋષિકેશ પટેલને પક્ષમાં તેમનું યોગદાન જોતા રિપીટ પણ કરવામાં આવી શકે છે. આ બેઠક પર કોઈ નવો ચહેરો ભાજપ દ્વારા ઉતારવામાં આવે તો પાટીદાર ફેક્ટર સિવાય અન્ય જ્ઞાતિના વ્યક્તિ માટે કપરાં ચઢાણ પાર કરવા પડે તેવી શક્યતા પણ સેવાઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.