મહેસાણાઃ આજે ચકલી દિવસની ઉજવણી કરતા સામજિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા પક્ષીઓના માળા, પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે. શહેરમાં પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરી આગામી દિવસોમાં આવી રહેલા ઉનાળાની ગરમીમાં લોકો પક્ષીઓ માટે પાણી ભરે તેવા પ્રયાસ કરવામાં આવ્યા છે.
પક્ષીપ્રેમીઓ દ્વારા આગામી દિવસોમાં પણ ઉનાળા દરમિયાન વિવિધ કેમ્પ કરી પક્ષીઓના માળા અને પાણીના કુંડા વિતરણનું કાર્ય કરવામાં આવશે. આજે ચકલી દિવસની જ્યારે ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે, ત્યારે પક્ષીપ્રેમીઓ દ્વારા આજે પક્ષીઓ માટે સરાહનીય કામ કરવામાં આવી રહ્યુ છે.