- મહેસાણામાં નવજાત બાળકીને ખુલ્લા શરીરે તરછોડી નિર્દય માતા ફરાર
- મહેસાણા સિવિલમાં સારવાર આપવામાં આવી
- પોલીસે આ મામલે તપાસ હાથ ધરી
મહેસાણાઃ ફૂલ જેવી કોમળ આ બાળકી અત્યારે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં જીવવા માટે સંઘર્ષ કરી રહી છે. શહેરના ટીબી રોડ પર આવેલા ઋતુરાજ ફ્લેટ નજીક એક મકાનની પાછળ કોઈ આ નવજાત બાળકીને મૂકી ગયું હતું. જોકે ઘરના સભ્ય પાણી પીવા રસોડા તરફ જતા બાળક રડતું હોવાનો અવાજ આવતા તેમને તપાસ કરી તો નવજાત બાળકી કડકડતી ઠંડીમાં કપડાં વિના જ ઠુઠવાતી હતી. તેમને તુરંત 108ને જાણ કરી બાળકીને સારવાર હેઠળ મોકલી આપી હતી
બાળકીને મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી
બાળકીને હોસ્પિટલ લવાઇ ત્યારે શરીર ઠંડું પડી ગયું હતું. ઇન્ફેક્શન થયું છે, લોહી ઓછું છે. વજન 2.24 કિલોગ્રામ છે. ઠંડીના કારણે ટેમ્પરેચર ઓછું છે, હાલ ઓક્સિજન પર છે અને તબિયત સ્ટેબલ છે. 48 કલાક પછી તેની સ્થિતિ વિશે કહી શકાય. બાળકીનો એક્સરે કરાવવામાં આવ્યો છે. બી ડિવિઝન પોલીસ, ચાઇલ્ડ લાઇફ લાઇન અને બાળ સુરક્ષા વિભાગે બાળકીની મુલાકાત લીધી. પોલીસે ત્યજી દેનાર માતા, પિતા કે તેની સંભાળ રાખનાર વ્યક્તિ સામે ગુનો નોંધી સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે.
મહેસાણામાં નવજાત બાળકીને કડકડતી ઠંડીમા તરછોડી નિર્દય માતા ફરાર - મહેસાણા
મહેસાણા ટીબી રોડ પર ઋતુરાજ સોસાયટી પાસેથી મળી એક નવજાત બાળકી મળી આવી હતી. હાલ તેને હોસ્પિટલ ખસેડી પોલીસે તેના અજાણ્યા માતા પિતા અંગે તપાસ હાથ ધરી છે.
Infant