જિલ્લાની એક ફેક્ટરીમાં આગ લાગી હતી. સોલાર પેનલનું ઉત્પાદન કરતી ફેક્ટરીમાં શોટસર્કિટથી અચાનક આગ લાગી હોવાનું સામે આવ્યું હતું, પરંતુ આ ઘટના બનતાની સાથે વિસ્તારમાં નાશ ભાગ મચી ગઇ હતી. સદનસીબે આગના બનાવમાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી. બીજી તરફ આગને પગલે કંપનીને ભારે નુકસાન થયું છે. જો કે, આગ લાગવાનું કારણ ઘટના અંગેની સચોટ તપાસ બાદ બહાર આવી શકે તેમ છે.
મહેસાણા નજીક ટોકસન એનર્જી ફેકટરીમાં આગ ભભૂકી..!
મહેસાણા: જગુદણ ગામની સીમમાં ટોકસન એનર્જી નામની સોલાર પેનલનું ઉત્પાદન કરતી ફેકટરીમાં શોર્ટસર્કિટથી અચાનક આગ લાગી હતી. આ આગ મોટું સ્વરૂપ ધારણ કરતા મહેસાણા ફાયર ફાઈટર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આ આગ પર કાબૂ મેળવ્યો હતો.
મહેસાણા નજીક ટોકસન એનર્જી ફેકટરીમાં આગ ભભૂકી
જિલ્લાની એક ફેક્ટરીમાં આગ લાગી હતી. સોલાર પેનલનું ઉત્પાદન કરતી ફેક્ટરીમાં શોટસર્કિટથી અચાનક આગ લાગી હોવાનું સામે આવ્યું હતું, પરંતુ આ ઘટના બનતાની સાથે વિસ્તારમાં નાશ ભાગ મચી ગઇ હતી. સદનસીબે આગના બનાવમાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી. બીજી તરફ આગને પગલે કંપનીને ભારે નુકસાન થયું છે. જો કે, આગ લાગવાનું કારણ ઘટના અંગેની સચોટ તપાસ બાદ બહાર આવી શકે તેમ છે.
મહેસાણા નજીક જગુદણની ટોકસન એનર્જી ફેકટરીમાં આગ ભભૂકી..!
શોર્ટસર્કિટ થી સોલાર પેનલ બનાવતી ફેકટરી આગની જપટમાં આવી..!
મહેસાણા નજીક આવેલ જગુદણ ગામની સીમમાં ટોકસન એનર્જી નામની સોલાર પેનલનું ઉત્પાદન કરતી એક મોટી ફેકટરી આવેલી છે જ્યાં સમી સાંજે ફેકટરીમાં શ્રમિકો કામ કરી રહ્યા હતા ત્યાં અચાનક શોર્ટસર્કિટ જેવો ધડાકો અને આભાસ થયો હતો અને ક્ષણ ભરમા ફેકટરી આગની લપટમાં આવી ગઈ હતી જ્યાં આગે મોટું સ્વરૂપ ધારણ કરતા મહેસાણા ફાયર ફાઈટર ટિમ ઘટના સ્થળે દોડી આવી ભારે જહેમત ઉઠાવતા આગ પર કાબુ મેળવ્યો હતો જોકે ઘટના બનતાની સાથે વિસ્તારમાં નાશ ભાગ મચી જવા પામી હતી પરંતુ સદનસીબે આગના આકસ્મિક બનાવમાં કોઈ જાનહાની થઈ નથી બીજી તરફ આગને પગલે કંપનીને ભારે નુક્ષાન થયું છે જોકે આગ લાગવાનું સાચું કારણ ઘટના અંગેની સચોટ તપાસ બાદ બહાર આવી શકે તેમ છે
રોનક પંચાલ , ઇટીવી ભારત , મહેસાણા