આ પ્રસંગે જિલ્લાના વિવિધ ક્ષેત્રના લોકોએ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરી ટોલ ફ્રી નંબર દ્વારા પોતાનુ સદસ્યતા પદ નોંધણી કરાવી હતી. વિસનગર ખાતે જિલ્લા સંગઠન પર્વ સદસ્યતા અભિયાનના પ્રસંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અલ્પેશ ઠાકોર મામલે નિવેદન આપતા અલ્પેશે પહેલા કોંગ્રેસ બાદ હવે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું છે અને તે હવે સમાજ સેવા માટે કોઈ પાર્ટીની જરૂર હોય છે માટે તે ભાજપમાં જોડાઈ શકે છે.
તેવું જણાવતા કોંગ્રેસ છોડનાર વધુ એક ધારાસભ્યને નીતિન પટેલે ભાજપમાં આવકાર આપ્યો છે. જેને જોતા હવે છેલ્લા ઘણા સમયથી અલ્પેશ ઠાકોરની ભાજપમાં જોડાવવાની અટકળો પર અંતે હવે મહોર લાગી શકે છે. તો વળી, ભાજપમાં જોડાતા પાર્ટી અલ્પેશ ઠાકોરને રાજકીય કે સરકારમાં કેવા હીરામોતી જડીત પદ પર બેસાડે છે. તે પણ જોવુ રહ્યું છે.