- ઉનાવા માર્કેટ યાર્ડમાં તમાકુના સારા ભાવ સાથે ધરખમ આવક નોંધાઇ
- મહેસાણા જિલ્લામાં આવેલ ગુજરાતનું પહેલું તમાકુ યાર્ડ સારી આવક થી ધસમસી ઉઠ્યું
- ઊંઝા તાલુકાનું ઉનાવા માર્કેટયાર્ડ તમાકુની સારી આવક થી ધસમસી ઉઠ્યું
મહેસાણા: રાજ્યમાં તમાકુના વેપાર માટે સૌ પ્રથમ અસ્તિત્વમાં આવેલા મહેસાણાનું ઉનાવા તમાકુ યાર્ડ આજે પણ તમાકુંની સારી આવક અને ભાવ માટે નામના ધરાવે છે. ત્યારે ચાલુ સિઝનમાં ઉનાવા તમાકુ યાર્ડમાં પ્રતિદિન 60 થી 70 હજાર બોરીની આવક સાથે ખેડૂતોને 1200 થી 2500 સુધીના ભાવ મળી રહ્યા છે. ઉનાવા તમાકું યાર્ડમાં કાઠિયાવાડ અને ઉત્તર ગુજરાતના ખેડૂતો તમાકુની જુદી જુદી કબોલિટી લઈ આવતા હોય છે.
આ પણ વાંચો : ઉનાવા APMC: ચેરમેન પદ માટે ચૂંટણી યોજાઇ
આ વર્ષે 25 લાખ બોરી આવકનો લક્ષાંક.!
જેમાં ગત વર્ષે 16 થી 17 લાખ બોરીની આવક નોંધાઇ હતી તો ચાલુ વર્ષે 25 લાખ બોરીની આવક થાય તેવો અંદાજ સેવાઈ રહ્યો છે તો ખેડૂતોને ગત વર્ષ કરતા સારા ભાવ મળતા અંદાજે 400 થી લઇ 600 રૂપિયાનો વધુ ભાવ મળી રહ્યો છે આમ ચાલુ સીઝનમાં તમાકુના પાકની સારી આવક સાથે ખેડૂતોને સારા પોષણક્ષમ ભાવો મળતા વેપારીઓ અને ખેડૂતો ખુશી અનુભવી રહ્યા છે ,તો માર્કેટ યાર્ડ દ્વારા પણ અહીં આવતા ખેડૂતોને તુરંત પેમેન્ટ મળી જાય અને તેમની પ્રાથમિક સવલતો મળે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે