મહેસાણા: ઉનાળાની શરૂઆત થતા માટીના માટલાની બોલબાલા શરૂ થઈ જતી (Sale of pottery in Mehsana )હોય છે. જોકે હાલના આધુનિક યુગમાં લોકો ઠંડા પાણી માટે ફ્રીઝનો ઉપયોગ કરતા છેલ્લા કેટલાક વર્ષો થી માટલાંની માંગમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ચાલુ સિઝનની શરૂઆતમાં માટલાંના ભાવમાં 10 થી 15 ટકાનો ભાવ વધારો રહ્યો છે અને વેપાર પણ ઓછો થઈ રહ્યો છે. જોકે આ સ્થિતિ વચ્ચે(Earthen pot Season in mahesana)ફ્રીઝ 4 ડીગ્રી પર કુત્રિમ રીતે ઠંડુ થયેલું પાણી એ સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાઓનું કારણ બનતુ હોય છે માટે આજે પણ કેટલાક લોકો અને ગરીબ પરિવારો ઉનાળો આવતા ફ્રીઝને બદલે નવા માટીના માટલાંની ખરીદી કરી કુદરતી રીતે શુદ્ધ અને શીતળ બનેલા પાણી થી તરસની તૃપ્તિ કરી બખૂબી રીતે આરોગ્યની જાળવણી કરતા હોય છે.
આ પણ વાંચોઃ વડોદરામાં માટલાં બનાવી વેચનારનો ધંધો ઠપ્પ, સવલત માટે માગ
શીતળ જળની અનુભૂતિ - ઉનાળામાં કુદરતી રીતે વધુ સારું અને શીતળ પાણી મળે માટે આ સીઝનના માટલાં ખાસ કરીને શિયાળામાં બનાવવામાં આવે છે. આજે પણ માટલાને ગરીબ પરિવારનું ફ્રીઝ કહેવામાં આવે છે. આ ફ્રીઝ રૂપી માટલાઓમાં પણ અવનવી વેરાઈટી તૈયાર કરાયેલી છે જોકે ઉત્પાદકો અને વેપારીઓના મતે દેશી લાલ માટલુંએ સૌથી ગુણકારી હોય છે જેના કારણે ચીકણી માટીની સુવાસ અને શુદ્ધ શીતળ જળની અનુભૂતિ થાય છે.
માટલાના પાણીને આયુર્વેદિક રીતે ગુણકારી - માટીના માટલાંમાં છિદ્રો હોવાને કારણે પાણીમાં ભળેલી અશુદ્ધિઓ શોષાઈ જાય છે અને શુદ્ધ પીવાલાયક પાણી મળે છે તો વાતાવરણ સાથે માટલામાં રહેલા પાણીની બાષ્પીભવનની પ્રક્રિયા થતા માટલામાં રહેલું પાણી શરીરના તાપમાનને અનુકૂળ રહે તેવું ઠંડુ થાય છે. જેથી ઉનાળામાં નવા માટીના માટલાંનો ઉપયોગ શુદ્ધ અને સુવાસ વાળું શીતળ જળ પ્રદાન કરે છે આમ માટલાના પાણીને આયુર્વેદિક રીતે પણ ગુણકારી માનવામાં આવે છે અને ફ્રીઝનું પાણી અનેક રીતે નુકસાન કારક હોવાના દર્શાવાયું છે.
આ પણ વાંચોઃ લોકડાઉનમાં માટીની બનાવટની ચીજવસ્તુઓ વેચનારાની દયનીય સ્થિતિ