કડી ખાતે આવેલ વડવાળા હનુમાનજી મંદિરે વર્ષો પહેલા સ્થાનિકોને એક એવો તો ચમત્કાર થયો કે, એક વડલાના વૃક્ષમાં હનુમાનજીનું પ્રતીક જોવા મળ્યું. જેની સાથે જ ધર્મ પ્રેમી જનતા અને શ્રદ્ધાળુઓના મનની આસ્થાનું એક કિરણ અહીં એક વડવાળા હનુમાનજી મંદિર રૂપે શોભી ઉઠ્યું છે. વડવાળા હનુમાનજી મંદિરના માત્ર કડીમાં જ નહી પરંતુ દેશ વિદેશોમાં વસતા શ્રદ્ધાળુઓની આસ્થાનું સ્થાન બનેલું છે.
અહીં શનિવાર અને મંગળવાર દાદાના દર્શને હજ્જારો ભક્તોની ભારે ભીડ જામેં છે. તો હનુમાનજી મંદિરમાં સમયાંતરે સુંદરકાંડ થકી હનુમાનજીની ભક્તિ કરી ભક્તો ભક્તિમય વાતાવરણમાં વિલીન થતા હોય છે. અહીંની મંગળા આરતીના દર્શન માટે શિયાળાની ગુલાબી ઠંડીની મજા સાથે વહેલી સવારથી જ દર્શનાર્થીઓ આ મંદિરે દોડી આવે છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ દાદાના દર્શન અને બાધા પુરી કરતા મનની મનોકામના પૂર્ણ થયાની અનુભૂતિ કરે છે.