ETV Bharat / state

બેચારજીમાં TRB જવાને સિદ્ધપુરના ધારાસભ્યની કાર રોકતા રસ્તા પર જ મામલો ગરમાયો - Dispute between police And mla in mahesana

લોકડાઉનનું ચુસ્તપણે પાલન થાય અને લોકો બિનજરુરી ઘરની બહાર ન નિકળે તો માટે પોલીસ ચેકપોસ્ટ પર ચેકિંગ કરી રહી છે. એવામાં સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનસિંહ ચેકપોસ્ટ પર TRB જવાન દ્વારા તેમની કાર રોકતા બબાલ થઈ હતી. આ સાથે ધારાસભ્ય સામે પગલા લેવા માગ કરવામાં આવી છે.

Etv Bharat
mehsana
author img

By

Published : Apr 22, 2020, 5:51 PM IST

મહેસાણાઃ લોકડાઉનનું ચુસ્તપણે પાલન થાય અને લોકો બિનજરુરી ઘરની બહાર ન નિકળે તો માટે પોલીસ ચેકપોસ્ટ પર ચેકિંગ કરી રહી છે. ત્યાં સિદ્ધપુર ધારાસભ્ય ચંદનસિંહ બેચરાજીમાંથી પસાર થતા ચેકપોસ્ટ પર હાજર TRB જવાને તેમની કાર રોકી હતી. જેને પગલે TRB જવાન પર ભડકેલા ચંદનસિંહે અપશબ્દો કહી જવાન સાથે ગેરવર્તણુક કર્યુ હતું.

etv bharat
બેચારજીમાં TRB જવાને સિદ્ધપુરના ધારાસભ્યની કાર રોકતા રસ્તા પર જ મામલો બીચકાયો

આ સમગ્ર ઘટનામાં એક ધારાસભ્યની કાર રોકવા મામલે TRB જવાનને ધારાસભ્ય ચંદનસિંહે લાફો મારી અપશબ્દો બોલ્યા હોવાના આક્ષેપો પણ ચર્ચાઈ રહ્યાં છે. જોકે આ સમગ્ર મામલે વીડિઓ વાઇરલ થતાં જ પોલીસ અને ધારાસભ્ય વચ્ચે સર્જાયેલા ઘર્ષણ મામલે પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું છે તો TRB જવાન સાથે ગેરવર્તન બદલ ધારાસભ્ય ચંદનસિંહ સામે કયદેસરની કાર્યવાહી કરવા પોલોસ તંત્રમાં તજવીજ હાથ ધરાઈ છે.

mehsana
મહત્વનું છે કે, લોકડાઉનનું પાલન દેશના વડાપ્રધાન અને રાજ્યના મુખ્યપ્રધાન કરી રહ્યા હોય ત્યાં એક ધારાસભ્ય દ્વારા TRB જવાન સાથેની આ પ્રકારેની બબાલ કેટલા અંશે યોગ્ય ગણી શકાય..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.