- મહેસાણાના મ્યુકરમાઇકોસીસની સારવાર માટે તંત્ર આયોજન તરફ
- જિલ્લામાં હાલમાં માત્ર લાયન્સ હોસ્પિટલમાં જ સારવાર
- મ્યુકરમાઇકોસીસના કારણે ડેરીના ડિરેક્ટરનું અવસાન
મહેસાણાઃ જિલ્લામાં હાલમાં 26 જેટલા દર્દીઓ સારવાર હેઠળ હોવાના અહેવાલ સામે આવ્યા છે. મ્યુકરમાઇકોસીસની આ ગંભીર બિમારીને હવે સરકાર દ્વારા પણ મહામારી જાહેર કરવામાં આવી છે, ત્યારે હવેની સ્થિતિ જોતા જિલ્લામાં દર્દીઓની સારવાર માટે ભારે રઝળપાટ જોવા મળી રહ્યો છે. હાલમાં મહેસાણામાં માત્ર લાયન્સ હોસ્પિટલમાં આ સારવાર માટે વ્યવસ્થા જોવા મળી રહી છે, તો સરકાર દ્વારા જિલ્લામાં મ્યુકરમાઇકોસીસની આ બીમારી માટે સારવારને લઈ વ્યવસ્થા કરવા સંકલન કરાઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ મ્યુકરમાઇકોસીસની સારવાર કરવી હોય તો સરકારી હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી
મહેસાણા દૂધ સાગર ડેરીના ડિરેક્ટરનું મ્યુકરમાઇકોસીસમાં મોત
મહેસાણા દૂધ સાગર ડેરીના ખેરાલુ તાલુકાની પેનલની બેઠક પરના ડિરેક્ટર માનસિંહ ચૌધરીનું કોરોના બાદ મ્યુકરમાઇકોસીસ થતાં તેમની અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. જો કે, આ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જેને પગલે ખેરાલુ ગઢવાળા ચૌધરી સમાજના આગેવાન અને દૂધ સાગર ડેરીના ડિરેક્ટરનું દુઃખદ અવસાન થતાં ભારે શોકની લાગણી પ્રવર્તી છે.