વડનગર પીએમ મોદીના વતન વડનગરનું નામ આજે સૌ કોઇ જાણે છે. જોકે આવું પહેલાં ન હતું. છેલ્લાં 20 વર્ષમાં 20 મોટા વિકાસના કામો થતા વડનગરની પ્રગતિ અને નામના વધી છે. મહેસાણા જિલ્લામાં આવેલું વડનગર પહેલાં પણ ઐતિહાસિક નગરી તરીકે ઓળખાતું હતું. પ્રાચીન નગરીમાં જૂજ લોકો જાણતાં પણ ઇતિહાસમાં ધરબાયેલું રહ્યું હતું. વડનગર વિશે કોઈ ખાસ પ્રચાર પ્રસાર થયો ન હતો. પરંતુ હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની રાજગાદી સંભાળી અને મુખ્યપ્રધાન બન્યા ત્યારથી વડનગરનું નામ સમગ્ર દેશમાં ગૂંજતું ( Development Work in PM Modi Home town Vadnagar ) થયું હતું.
વડનગરની વિરાસત પરની ધૂળ ધોવાઇ ગુજરાતના સત્તાફલક પર વડનગરના પનોતા પુત્રના ઉદય સાથે વતન વડનગરની વિરાસત પરની ધૂળ ધોવા માંડી હતી. વડનગરની ધરતીના લાલ નરેન્દ્ર મોદીની રાજ્ય સરકાર દ્વારા વડનગરમાં અનેક વિકાસની કામગીરીને લીલી ઝંડી આપી હતી. ત્યારબાદ નરેન્દ્ર મોદી કેન્દ્ર સરકારમાં વડાપ્રધાન તરીકે પદ સંભાળતા કેન્દ્ર સરકારની કામગીરીને પણ લીલી ઝંડી( Development Work in PM Modi Home town Vadnagar ) મળી છે.
પીએમ મોદીના વતન વડનગરમાં વિકાસ કાર્યો વડનગરમાં 20 જેટલા મોટા વિકાસના કામો ( 20 Development Works in Vadnagar ) સામે આવે છે. વડનગરની વાત કરવામાં આવે તો છેલ્લા 20 વર્ષની અંદર વડનગરમાં 20 જેટલા મોટા વિકાસના કામો થયા છે. જેમાં વડનગરને એક મેડિકલ કોલેજ , મેડિકલ હોસ્પિટલ, રોડ રસ્તાઓ અને સર્કલો, શર્મિષ્ઠા તળાવનો રીડેવલપમેન્ટ, વડનગરની સ્થાનિક સ્વરાજની કચેરીઓનું નિર્માણ, તાનારીરી ગાર્ડન અને સમાધિનો વિકાસ, વડનગર પ્રાથમિક શાળાને પ્રેરણાશાળા અને હેરિટેજમાં સ્થાન ( Prerna School of Vadnagar ) , વડનગરના રેલવે સ્ટેશનને આધુનિક બનાવી હેરિટેજમાં સ્થાન ( Development Work in PM Modi Home town Vadnagar ) અપાયું છે,
ઐતિહાસિક નગરીને મળી વડાપ્રધાનના વતનની ઓળખ શિક્ષણ ક્ષેત્રે પણ વડનગર આ સમયમાં સાયન્સ કોલેજ, પોલિટેકનિક, જવાહર નવોદય શાળા અને તાનારીરૂ આર્ટ કોલેજ, શહેર મધ્યે આર્ટ કેલરીનું નિર્માણ, સમગ્ર નગરને રાત્રે વીજળીથી ઝગમગતું કરાય છે, પૌરાણિક હાટકેશ્વર મહાદેવ મંદિરનું રિનોવેશન, કીર્તિ તોરણની સમાંતર પ્રતીકાત્મક કીર્તિ તોરણનું નિર્માણ, વડનગર શહેરમાં આવેલ નાનામોટા દેવસ્થાનો અને જળાશયોના વિકાસ જેવા વિકાસ કાર્યો ( Development Work in PM Modi Home town Vadnagar ) નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયાં છે.
વિશ્વફલક પર વડનગરની ગૌરવ ગાથા ગૂંજી નાના શહેર એવા સામાન્ય વડનગર શહેરનો છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા વિકાસને જોતાં આજે વડનગર એક મહત્વપૂર્ણ નગરી તરીકે પર્યટકો માટે પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામી રહ્યું છે. આ જ વિકાસકાર્યોને પગલે વડનગરમાં આજે સ્થાનિકોને ધંધા રોજગાર સાથે પર્યટકો મહેમાન બનતા વડનગરનું વિશેષ મહત્વ સમજાયું છે અને તેનું તેઓ ગૌરવ લઈ રહ્યા છે. આજની તારીખમાં પણ પીએમ મોદીના જન્મ સ્થળ વડનગરમાં વિકાસની ગતિ ( Development Work in PM Modi Home town Vadnagar ) જારી છે.