સરકાર અને સામાજિક સંસ્થાઓ 'બેટી બચાવો બેટી પઢાઓ'ના સુત્ર સાથે સમાજને જાગૃત કરવા અનેક પ્રયાસો કરે છે. છતાં દિકરીઓ પ્રત્યેનો અમગણો સમાજમાંથી સંપુર્ણપણે નાબુદ થયો નથી. જેના દાખલાઓ મળતાં જ રહે છે. વધુ એક ઉદાહરણ મહેસાણાનાં કડી નજીકથી મળી આવ્યું છે. કડી પાસેથી પસાર થતી કેનાલમાં કોઈ નિષ્ઠુર માતાએ અથવા અન્ય કોઈએ 4 દિવસની નવજાત બાળકીને ફેંકી દીધી હતી. ત્યાંથી પસાર થતાં રાહદારીએ કેનાલમાં મૃતદેહ જોતા સ્થાનિક લોકોને તેમજ પોલીસને જાણ કરી હતી.
પોલીસે ઘટના સ્થળે દોડી આવી સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહ બહાર કઢાવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ બાળકી 4 દિવસ પહેલા જન્મી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી દવાખાનામાં ખસેડયો હતો. તેમજ આ મામલાની પોલીસ ફરીયાદ નોંધી કાયદેસરની તપાસ આરંભી છે.