- બહુચરાજી રૂપેણ નદી ઉપર બે વર્ષ પહેલા બનાવેલો પુલ બેસી ગયો
- 7 કરોડના ખર્ચે બનાવેલ પુલનો છેડો 3 ઇંચ તૂટ્યો
મહેસાણાઃ બહુચરાજી-હારિજ હાઇવે પર સાપાવાડા ગામ પાસે રૂપેણ નદી ઉપર બે વર્ષ અગાઉ રૂપિયા 7 કરોડના ખર્ચે બનાવેલા પુલનો એક છેડો 3 ઇંચ જેટલો બેસી ગયો હતો. જેના કારણે અહીંથી પસાર થતા વાહનો પટકાય છે. આ પુલનું સત્તાવાર રીતે હજુ ઉદ્ઘાટન કરાયું નથી. આ પુલના નિર્માણ સમયે માર્ગ અને મકાન વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ સાથે કોન્ટ્રાક્ટરના મેળા પીપણાના કારણે બે જ વર્ષમાં પુલનો એક છેડો બેસી ગયો છે. તો પુલની બંને દીવાલોમાં પણ તિરાડો દેખાવા લાગી છે.
ઉલ્લેખનીય છે કે, બહુચરાજીથી સાપાવાડા, સુરપુરા, પોયડા સુધીમાં નાની-મોટી 10 જેટલી કંપનીઓ અને વેરહાઉસો આવેલા છે અને તેમના ભારે વાહનોની સતત અવર જવરના કારણે પુલને વધુ નુકસાન થઇ શકે છે.
બહુચરાજી રૂપેણ નદી ઉપર બે વર્ષ પહેલા 7 કરોડના ખર્ચે બનેલા પુલને નુકસાન - બહુચરાજી
બહુચરાજી-હારિજ હાઇવે પર સાપાવાડા ગામ પાસે રૂપેણ નદી ઉપર બે વર્ષ અગાઉ રૂપિયા 7 કરોડના ખર્ચે બનાવેલા પુલનો એક છેડો 3 ઇંચ જેટલો બેસી ગયો હતો. જેના કારણે અહીંથી પસાર થતા વાહનો પટકાય છે.
mehsana