- સિવિક સેન્ટરમાં કોરોના ટેસ્ટિંગ સેન્ટર કરાયું શરૂ
- રેપીડ ટેસ્ટ તેમજ RTPCR ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો
- સવારે 10થી 1 વાગ્યા સુધી આ કેમ્પ યોજાશે
મહેસાણા: શહેર વિશાળ ક્ષેત્રફળ ધરાવતું હોવાથી ભાગ એક અને બેમાં વિભાજીત કરાવામાં આવ્યું છે, ત્યારે મહેસાણા ભાગ-2ના શહેર વિસ્તારમાં આવેલા TB રોડ વિસ્તારમાં રહેતા લોકોને કોરોનાનું ટેસ્ટિંગ કરાવવા માટે પાલિકાના સિવિક સેન્ટર પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો: ભાવનગર સરદાર યુવા સંગઠનના કાર્યકારો દ્વારા RT-PCR કલેક્શન સેન્ટરની કરાઇ માગ
100 રેપીડ ટેસ્ટમાંથી 30 ટેસ્ટ પોઝિટિવ આવ્યા
રવિવારે સવારે 10થી બપોરે 1 વાગ્યા સુધી આ સિવિક સેન્ટર પર 100 જેટલા રેપીડ ટેસ્ટ અને 30 જેટલા RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 30 જેટલા રેપીડ ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. આમ મહેસાણા TB રોડ વિસ્તારના લોકોને ઘર આંગણે જ કોરોના ટેસ્ટિંગ કરાવવાની વ્યવસ્થા ઉપલબ્ધ થતા નાના બાળકોથી લઈ વયોવૃદ્ધ લોકો અહીં ટેસ્ટિંગ કરાવવા આવ્યા છે.
આ પણ વાંચો: RT PCR ટેસ્ટ કરાવવા માટે પૂરતી કીટ ન હોવાથી નાગરિકો પરેશાન
આ ટેસ્ટિંગ આગામી 15 દિવસ સુધી ચાલશે
નાગરિકોના આરોગ્યની ચિંતા કરતા પાલિકાના નગરસેવકોએ પણ આ ટેસ્ટિંગ કેમ્પને આગામી 15 દિવસ સુધી ચલાવવા માટે આયોજન કરી નગરજનોને સેવા પુરી પાડી છે.