ETV Bharat / state

કડી વિધાનસભા ઉમેદવારને લઈને કૉંગ્રેસનો કૉંગ્રેસ સામે વિરોધ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થતા જ કોંગ્રેસ દ્વારા પણ પોતાનું પ્રથમ લીસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં કડી વિધાનસભા બેઠક ( Kadi Assembly Seat) પર પ્રવીણ પરમાર નામના ઉમેદવાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. સાથે જ ઉમેદવાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેણે એક કરોડ રૂપિયા આપીને કડી વિધાનસભાની ટિકિટ ખરીદી છે

Etv Bharatકડી વિધાનસભા ઉમેદવારને લઈને કૉંગ્રેસનો કૉંગ્રેસ સામે વિરોધ

author img

By

Published : Nov 6, 2022, 4:46 PM IST

Updated : Nov 6, 2022, 7:09 PM IST

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ચૂંટણી કમિશન દ્વારા પણ તારીખો જાહેર કરી દેવામાં આવે છે. જેને પગલે રાજકીય પાર્ટીઓ દ્વારા પણ પોતાના ઉમેદવારોના લિસ્ટ જાહેર કરવામાં આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પણ પોતાનું પ્રથમ લિસ્ટ જાહેર કરી દીધું છે. પણ તેમાં કડી વિધાનસભા બેઠક (Kadi Assembly Seat)પર વિવાદ જોવા મળી રહ્યો છે. જેમાં પ્રવીણ પરમાર નામના ઉમેદવારને ટિકિટ આપવાથી કોંગ્રેસના કાર્યકર્તાઓ કોંગ્રેસ પાર્ટીની ઓફિસ આવીને ભારે વિરોધ અને સૂત્રોચાર કર્યા (Congress against Congress regarding the candidate)હતા.

કડી વિધાનસભા ઉમેદવારને લઈને કૉંગ્રેસનો કૉંગ્રેસ સામે વિરોધ

70 ગામમાં સેનવા સમાજનું પ્રભુત્વ: કડીના સેના સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કે અત્યાર સુધી 5 વખત SC સમાજ બેઠક હોવા છતાં સેનવા સમાજને ટિકિટ આપવામાં આવી નથી. કડી વિધાનસભામાં કુલ 118 ગામ છે. જેમાંથી 70 ગામમાં સેનવા સમાજનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. તેમ છતાં અત્યાર સુધી અમને ન્યાય આપવામાં આવ્યો નથી. ગત ચૂંટણીમાં પણ આ શાસન આપવામાં આવ્યું હતું. આ વખતે પણ ચૂંટણીમાં પણ માત્ર ને માત્ર આશ્વાસન જ આપવામાં આવી રહ્યું છે.

1 કરોડમાં ટીકીટ આપવામાં આવી: વધુમાં વિરોધ કરતા લોકોએ જણાવ્યું હતું કે ઓળખાણ અને પૈસાના જોરે પણ ટિકિટ આપવામાં આવી હોય તેવું જોવા મળી રહ્યું છે. સ્થાનિક લોકોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે પ્રવીણ પરમાર 1 કરોડ રૂપિયા આપીને ટિકિટ ખરીદી છે. જેને લઈને સેનવા સમાજના 100થી વધુ લોકોએ કોંગ્રેસ પ્રદેશની ઓફિસે આવીને વિરોધ કર્યો હતો. સેના સમાજને ઉમેદવારને ટિકિટ આપવામાં નહીં આવે તો તે કોંગ્રેસનો વિરોધ કરશે અને સામે રહીને કોંગ્રેસને હરાવશે.

સેનવા સમાજના બે ઉમેદવારને ટીકીટ આપવા માંગ: કૉંગ્રેસ દ્વારા કદી વિધાનસભા SC સમાજ આવતી હોવાથી પ્રવીણ પરમારની ટિકિટ આપવામાં આવે છે. જેને લઈને સેનવા સમાજ દ્વારા વિરોધ કરવામા આવી રહ્યો છે.સેનવા સમાજ દ્વારા નરેશ સોલંકી અને બાબુભાઈને ટિકિટ આપવાની માંગ કરી રહ્યા છે.જઓ ટીકીટ નહીં આપવામાં આવે તો કૉંગ્રેસમાં રહીને કૉંગ્રેસને હરાવીશુ એવી ધમકી પણ આપવામાં આવી રહી છે.

Last Updated : Nov 6, 2022, 7:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.