ETV Bharat / state

ભેળસેળયુક્ત ઘી પ્રકરણમાં દૂધસાગર ડેરીના MD અને ચેરમેન સહિત 5 સામે ફરિયાદ, 2 લોકોની અટકાયત - ભેળસેળયુક્ત ઘી કેસ

મહેસાણા દૂધ સંઘમાં ભેળસેળયુક્ત ઘી લાવી પેકીંગ કરી વેચાણ કરાયું હોવા મામલે લેબોરેટરી પરિણામ આધારે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં વિસનગર DySPને તપાસ સોંપતાની સાથે જ મંડળના ચેરમેન અને ડેરીના MDની અટકાયત કરાઈ છે.

ભેળસેળયુક્ત ઘી પ્રકરણમાં દૂધસાગર ડેરીના MD અને ચેરમેન સહિત 5 સામે ફરિયાદ, 2 લોકોની અટકાયત

author img

By

Published : Aug 5, 2020, 4:55 PM IST

મહેસાણાઃ મહેસાણા જિલ્લામાં શ્વેત ક્રાંતિની સાગર ધારા એવી દૂધસાગર ડેરીમાં રાજકારણ ભળતાં છેલ્લા કેટલાક વર્ષોથી ડેરીમાં વિવાદનો વંટોળ ફરી રહ્યો છે. ત્યાં આજે ડેરીમાં અગાઉ ઘીની ભેળસેળ મામલે થયેલા ઘટસ્ફોટ બાદ આજે બુધવારે ડેરી સત્તામંડળના ચેરમેન, વાઇસ ચેરમેન, MD, લેબ.હેડ અને ટ્રાન્સપોર્ટર વિરુદ્ધ મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.

ભેળસેળયુક્ત ઘી પ્રકરણમાં દૂધસાગર ડેરીના MD અને ચેરમેન સહિત 5 સામે ફરિયાદ, 2 લોકોની અટકાયત
ભેળસેળયુક્ત ઘી પ્રકરણમાં દૂધસાગર ડેરીના MD અને ચેરમેન સહિત 5 સામે ફરિયાદ, 2 લોકોની અટકાયત
દૂધસાગર ડેરી કે જેનું દૂધ સમગ્ર દેશમાં ચાહના ધરાવે છે. ત્યાં આજે આ દૂધના મુખ્યમથક એવા મહેસાણા દૂધસાગર ડેરીમાં પૂના અને હરિયાણાથી મંગાવવામાં આવતા ઘીના ટેન્કરમાં અશુદ્ધ ઘીની ભેળસેળ કરી આર્થિક ફાયદા સારું વેચાણ કરવામાં આવતું હોવાનું બહાર આવ્હોયું હતું. ડેરી અને ફેડરેશનના નામને હાનિ પહોંચાડવા સાથે લોકો સાથે વિશ્વાસઘાત કરાતો હોવા મામલે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે ડેરી સત્તા મંડળના ચેરમેન આશાબેન ઠાકોર, વાઇસ ચેરમેન મોંઘજીભાઈ ચૌધરી, મેનેજીંગ ડિરેક્ટર નિશિથ બક્ષી, લેબોરેટરી હેડ અને ટેન્કરનો કોન્ટ્રાકટ ધરાવતા ટ્રાન્સપોટર સામે ipc કલમ 406, 409, 272, 273 અને 120 બી મુજબનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

હાલમાં પ્રાથમિક તબક્કે ડેરીના વાઇસ ચેરમેન મોંઘજીભાઈ ચૌધરી અને MD નિશિથ બક્ષીને પોલીસે અટકાયત કરી કોવિડ-19 માટેના સેમ્પલ ટેસ્ટિંગ અર્થે મોકલી આપેલ છે. જે બાદ બન્નેની ધરપકડ કરી વધુ પૂછપરછ કરવામાં આવનાર છે.

અહીં ડેરીના ચેરમેન, વાઇસચેરમેન અને MD સહિત 5 સામેની ફરિયાદમાં મહેસાણા પોલીસે રાજકીય ઇશારે ફરિયાદ નોંધાઈ હોવાની અટકણો તેજ બની છે. ત્યાં આખરે મહેસાણા ડિવિઝનના બી ડિવિઝન પોલીસ મથકનો ગુનો હોવા છતાં વિસનગર ડિવિઝનના DySPને તપાસ સોંપવામાં આવતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે. તો આ મામલે અગાઉ ડેરીના MD અને વાઇસચેરમેન દ્વારા પ્રેસ કોન્ફ્રન્સ યોજી ઘીમાં ભેળસેળ મામલે રાજકીય કાવતરું હોવાના અનેક ખુલાસા કરવામાં આવ્યાં છે, ત્યારે ડેરીના આ મામલામાં આગળ કેવા પરિણામો સામે આવે છે તે જોવું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.