ETV Bharat / state

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણ મહાસંઘના 7માં અધિવેશનનો CM રૂપાણીએ કરાવ્યો પ્રારંભ

મહેસાણાઃ અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષણ મહાસંઘના 7માં અધિવેશનનો મુખ્યપ્રધાને મહેસાણા ખાતે પ્રારંભ કરાવ્યો હતો. સમાજ અને રસ્ત્રના ઘડતરનો મૂળભૂત પાયો એટલે શૈક્ષણ અને શિક્ષા વિના સમાજ કે રાષ્ટ્રનો ઉદ્ધાર અશક્ય છે, ત્યારે શિક્ષણ થકી સમાજ અને રાષ્ટ્રમાં ક્રાંતિ લાવવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા દર ત્રણ વર્ષે એક સેમિનારનું આયોજન કરવામાં આવે છે.

all-india-national-education-federation
author img

By

Published : Nov 8, 2019, 10:50 PM IST

આ વખતે 7માં અધિવેશનનું આયોજન મહેસાણાના ખેરવા ખાતે આવેલ ગણપત યુનીવર્સીટી ખાતે યોજાયુ હતું. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે આ ત્રિદિવસીય શૈક્ષણિક અધિવેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ઉપસ્થિત મુખ્યપ્રધાને એક ખાસ પુસ્તિકાનું અનાવરણ કરી સમાજ અને રાષ્ટ્રને મજબૂત બનાવવા શૈક્ષણ અને શિક્ષણ માટે શિક્ષકના યોગદાનને મહાન ગણાવ્યું છે.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણ મહાસંઘના 7માં અધિવેશનનો CM રૂપાણીએ કરાવ્યો પ્રારંભ

વધુમાં તેમણે ઉમેર્યુ હતુ કે, એક સારા શિક્ષક થકી સમાજમાં શિક્ષા અને દીક્ષાની પરંપરા જળવાઈ રહે છે અને આ પરંપરાથી જ રાષ્ટ્ર ચેતના સભર પેઢીનું નિર્માણ થાય છે. હાલમાં રાષ્ટ્રીય સ્તરે નવીન શિક્ષણ નીતિનું નવીન ઘડતર કરવામાં આવી રહ્યું છે.

ગુજરાતની ધરતી પર શૈક્ષણ મહાસંઘના અધિવેશનનું આયોજન-વૈચારિક આદાન-પ્રદાન ‘‘રાઇટ જોબ એટ રાઇટ ટાઇમ’’ દેશની સમગ્ર શિક્ષા પ્રણાલિ માટે ઉપયોગી બનશે તેવો આશાવાદ સીએમ રૂપાણીએ વ્યક્ત કર્યો હતો, ત્યારે ત્રિદિવસીય ચાલનારા આ અધિવેશનમાં ભાગ લેવા 27 રાજ્યોના શિક્ષકો અને શિક્ષણ પ્રેમીઓ એક મંચ પર આવી શૈક્ષણિક વિકાસ માટે ચિંતન કરતા વૈચારિક અદાન પ્રદાન કરી રાષ્ટ્રના વિકાસ અને સમાજ માટે મહત્વના નિર્ણય માટે કામ કરશે.

શિક્ષા-દિક્ષાની ભારતીય પરંપરા જ રાષ્ટ્રચેતના સભર નવી પેઢીનું નિર્માણ કરશેઃ CM રૂપાણી

  • દેશમાં કેટલાક વર્ષો બાદ શિક્ષણ નીતિનું ઘડતર થઇ રહ્યું છે.
  • વિદ્યાર્થીને કેન્દ્રસ્થાને રાખી સામૂહિક ચિંતન-મંથન સહિ દિશા સહિ લક્ષ્ય છે.
  • ભારતમાતાને જગતજનની – વિશ્વગુરૂ બનાવવા જનજનમાં રાષ્ટ્રવાદ-રાષ્ટ્રનિર્માણનો ભાવ દેશના નેતૃત્વ એ જગાવ્યો છે.
  • ગુજરાતની ધરતી પર શૈક્ષિક મહાસંઘના અધિવેશનનું આયોજન-વૈચારિક આદાન-પ્રદાન ‘‘રાઇટ જોબ એટ રાઇટ ટાઇમ’’ દેશની સમગ્ર શિક્ષા પ્રણાલિ માટે ઉપયોગી બનશે.

મુખ્યપ્રધાને વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું હતુ કે, આપણી માન્યતા, સાંસ્કૃતિક ધરોહર અને દેશની આવશ્યકતાના આધાર પર પ્રાથમિકથી લઇને ઉચ્ચ શિક્ષા પ્રણાલીથી જ રાષ્ટ્રનિર્માણ માટે સજ્જ થઇ શકાશે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, દેશ હવે બદલાઇ રહ્યો છે અને સમગ્ર વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધી રહી છે. આવનારા પડકારો સામે લડત માટે રાષ્ટ્રવાદ રાષ્ટ્રનિર્માણ ભાવ જગાવી આ દેશનું નેતૃત્વ જનજનમાં સામર્થ્ય ઊજાગર કરી રહ્યું છે.

  • મુખ્યપ્રધાને અખિલ ભારતીય રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘના 7માં ત્રિદિવસીય અધિવેશનનો ગણપત યુનિવર્સિટીમાં પ્રારંભ કરાવતા સંબોધન કરી રહ્યા હતાં.
  • વિજયભાઇ રૂપાણીએ શિક્ષા અને સંસ્કાર એકબીજા સાથે જોડાયેલા છે, તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરતાં કહ્યું કે, શિક્ષા-દિક્ષા આપણી પરંપરા છે. માત્ર શિક્ષિત નહિ, દિક્ષીત પેઢી, રાષ્ટ્રચેતના સભર પેઢી જે દેશ માટે જીવી જાણે દેશ માટે મરી જાણે તેવી પેઢીનું નિર્માણ કરવામાં શૈક્ષિક મહાસંઘના આવા સફળ પ્રયાસો ‘‘રાઇટ જોબ એટ રાઇટ ટાઇમ’’ છે.
  • મુખ્યપ્રધાને કહ્યું કે, દેશમાં કેટલાક વર્ષો પછી શિક્ષણ નીતિનું ઘડતર થઇ રહ્યું છે. આજ સુધી શિક્ષણ નીતિના અભાવે શિક્ષણની દિશા તય ન હતી. હવે બધા સાથે મળીને વિચાર-વિમર્શ, મંથન-ચિંતન કરી વિદ્યાર્થીને કેન્દ્રસ્થાને રાખીને સહિ લક્ષ્ય-સહિ દિશામાં કાર્યરત થયા છે તેવુ તેમણે ઉમેર્યુ હતું.
  • વિજયભાઇ રૂપાણીએ દેશની નવી પેઢીને એવી શિક્ષા-દિક્ષાથી સજ્જ કરવા આહ્વાન કર્યુ કે જેનાથી ભારતમાતા જગતજનની બને, જ્ઞાનની અધિષ્ઠાતા બને. તેમણે આ દિશાનું સામૂહિક વિચાર મંથન શૈક્ષિક મહાસંઘ ગુજરાતની ધરતી ઉપરથી આ અધિવેશનના માધ્યમથી કરી રહ્યો છે તેને બિરદાવ્યુ હતું.
  • રાષ્ટ્રિય પ્રશ્નો માટે ગુજરાતે હંમેશા લીડ લીધી છે. સ્વરાજ્ય માટેના આંદોલનનું નેતૃત્વ ગાંધી-સરદારે લીધું અને સ્વરાજ્ય પછી સુરાજ્ય ગુડ ગર્વનન્સ માટે પણ ગુજરાતના સપૂત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આગેવાની લીધી છે.
  • ગુજરાતે ભ્રષ્ટાચાર વિરુધ્ધ પહેલું આંદોલન નવનિર્માણ આંદોલન છેડયું હતું. હવે ગુજરાતે વોટબેન્કની રાજનીતિના સ્થાને વિકાસની રાજનીતિ પ્રસ્થાપિત કરી સમગ્ર દેશને વિકાસનું નવું રોલ મોડેલ આપ્યું છે તેનો પણ તેમણે ગૌરવ સહ ઉલ્લેખ કર્યો હતો.
  • આ ત્રિદિવસીય મહાઅધિવેશનમાં થનારૂં ચિંતન-મનન, આપસી વૈચારિક આદાન-પ્રદાન સમગ્ર દેશની શિક્ષણ પધ્ધતિ માટે ઉપયોગી બનશે તેમ પણ અધિવેશનને સફળતાની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું હતું.

એ.બી.આર.એસ.ના અધ્યક્ષ જે.પી.સીંધલે પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું કે, શિક્ષકોનું આ સંગઠન રાષ્ટ્રહિતમાં શિક્ષા, શિક્ષાના હિતમાં શિક્ષક અને શિક્ષકના હિતમાં સમાજને લઇને આગળ ચાલી રહ્યું છે. સમાજમાં પરિવર્તન શિક્ષક થકી શકય છે.

  • આ સંગઠન દેશના હિતમાં કતર્વ્ય પરાયણ કરનારનું સૌથી મોટું સંગઠન છે. શિક્ષકો માત્ર વિષય પુરતા જ નહિ, સમાજના શિક્ષકો બને તે માટે ઉપસ્થિત શિક્ષક સમુદાયને તેમણે અપીલ કરી હતી.
  • એ.બી.આર.એસ.એમના પ્રો અનિરૂધ્ધ દેશપાંડેએ જણાવ્યું હતું કે શિક્ષાક્ષેત્રનું ઉંડાઇથી ચિંતન કરી રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બનવા માટે શૈક્ષિકસંઘ પ્રયત્નશીલ બન્યું છે.બાળકના ભવિષ્યના નિર્માણનો શિલ્પકાર શિક્ષક છે. શિક્ષકે પોતાના કર્તવ્યોનું સંપુર્ણ પણે પાલન કરવુ જોઇએ.
  • એ.બી.આર.એસ.એમના મહામંત્રી શિવાન્દ સિન્દનકેરાએ જણાવ્યું હતું કે કે 10 લાખ જેટલા સદસ્યો થકી શિક્ષણની ચિંતા અને ચિંતન થઇ રહ્યું છે તેમણે એ.બી.આર.એસ.એમની વિવિધ પ્રવૃતિઓની માહિતી પણ આપી હતી.
  • ગણપત યુનિના અધ્યક્ષ ગણપતભાઇ પટેલે જણાવ્યું હતુ કે આ વિશ્વ વિધાલયમાં દેશભરના ગુરૂઓના આગમન થકી આજે ભુમિ પવિત્ર બની છે.તેમણે જણાવ્યું હતું કે ગુરૂના આશિર્વાદથી બાળકના ભવિષ્યનું નિર્માણ થાય છે. તેમણે દેશભરના શિક્ષકોને યુનિવર્સિટીને આંગણે આવકાર્યા હતાં.
  • આ અવસરે વિવિધ ત્રણ પ્રકાશનનું વિમોચન કરવામાં આવ્યું હતું. ડો. કલ્પના પાંડે દ્વારા લેખિત ‘‘નારી ભારતીય દષ્ટી અને ભવિષ્ય વિષય’’ પર પ્રમુખ લેખોનું સંકલન ‘‘ભારતીય સંગીતમાં શિક્ષા અને સ્વાસ્થય’’ની પત્રિકા અને રાજસ્થાન ક્ષેત્રના સંઘચાલક ભગવતી પ્રસાદ લેખિત ‘‘પર્યાવરણ સંકટ જીવસુષ્ટી અને જનજીવન’’ પુસ્તિકાનું વિમોચન કરાયું હતું.

આ કાર્યક્રમમાં રાજ્યના પ્રધાન વાસણભાઇ આહિર, સાંસદ શારદાબેન પટેલ, રાજ્યસભા સાંસદ જુગલજી લોખંડવાલા, ધારાસભ્ય આશાબેન પટેલ, વિવિધ વિશ્વ વિધાલયના કુલપતિઓ, ઉપકુલપતિઓ, પ્રાન્ત સંઘચાલકો, ક્ષેત્રીય પ્રધાનો, પૂર્વ કુલપતિઓ, વિવિધ શિક્ષણ વિધાલયના અધિકારીઓ-પદાધિકારીઓ, સંયોજક ઘનશ્યામભાઇ પટેલ, નારાયણલાલ ગુપ્તા, સહ સંયોજક ભાવિનભાઇ ભટ્ટ, સહ સંયોજક રમેશભાઇ ચૌધરી, મહાપ્રબંધક ભીખાભાઇ પટેલ, સહસંયોજક રતુભાઇ ગોળ, પ્રચારકઓ, રાષ્ટ્રભરના આમંત્રિત શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતાં.

1988થી પ્રગટેલી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના યજ્ઞની જ્યોતને પ્રજ્વલીત કરવા માટે દર ત્રણ વર્ષે રાષ્ટ્રીય અધિવેશન યોજવામાં આવે છે. આ વર્ષે ગણપત યુનિ ખેરવા ખાતે 08 નવેમ્બરથી 10 નવેમ્બર દરમિયાન આ અધિવેશન યોજાઇ રહ્યું છે. રાષ્ટ્રીય અધિવેશનમાં સમગ્ર રાષ્ટ્રભરના શિક્ષકો ઉપસ્થિત રહી શિક્ષણ માટે ચિંતન અને મંથન કરવાના છે.

Intro:અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણ મહાસંઘના 7માં અધિવેશનનો મુખ્યમંત્રીએ મહેસાણા ખાતે પ્રારંભ કરાવ્યોBody:

સમાજ અને રસ્ત્રના ઘડતરનો મૂળભૂત પાયો એટલે શૈક્ષણ અને શિક્ષા વિના સમાજ કે રાષ્ટ્રનો ઉદ્ધાર અશક્ય છે ત્યારે શિક્ષણ થકી સમાજ અને રાષ્ટ્રમાં ક્રાંતિ લાવવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા દર ત્રણ વર્ષે એક સેમિનારનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વખતે 7માં અધિવેશનનું આયોજન મહેસાણાના ખેરવા ખાતે આવેલ ગણપત યુનીવર્સીટી ખાતે કરાતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આ ત્રિદિવસીય શૈક્ષણિક અધિવેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રી દ્વારા એક ખાસ પુસ્તિકાનું અનાવરણ કરી સમાજ અને રાષ્ટ્રને મજબૂત બનવવા શિક્ષણ અને શિક્ષણ માટે શિક્ષકના યોગદાનને મહાન ગણાવ્યું છે એક સારા શિક્ષક થકી સમાજમાં શિક્ષા અને દીક્ષાની પરંપરા જળવાઈ રહે છે અને આ પરંપરા થી જ રાષ્ટ્ર ચેતના સભર પેઢીનું નિર્માણ થાય છે તો હાલમાં રાષ્ટ્રીય સ્તરે નવીન શિક્ષણ નીતિનું નવીન ઘડતર કરવામાં આવી રહ્યું છે તો ગુજરાતની ધરતી પર શૈક્ષિક મહાસંઘના અધિવેશનનું આયોજન-વૈચારિક આદાન-પ્રદાન ‘‘રાઇટ જોબ એટ રાઇટ ટાઇમ’’ દેશની સમગ્ર શિક્ષા પ્રણાલિ માટે ઉપયોગી બનશે તેવું મુખ્યમંત્રીએ આશાવાદ વ્યક્ત કર્યો છે ત્યારે ત્રિદિવસીય ચાલનારા આ અધિવેશનમાં ભાગ લેવા 27 રાજ્યોના શિક્ષકો અને શિક્ષણ પ્રેમીઓ એક મંચ પર આવી શૈક્ષણિક વિકાસ માટે ચિંતન કરતા વૈચારિક અદાન પ્રદાન કરી રાષ્ટ્રના વિકાસ અને સમાજ માટે મહત્વના નિર્ણય માટે કામ કરશે

(((((
*ગણપત યુનિવર્સિટીમાં
અખિલ ભારતીય રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘના
૭માં અધિવેશનનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી*
.....
*શિક્ષા-દિક્ષાની ભારતીય પરંપરા જ રાષ્ટ્રચેતના સભર નવી પેઢીનું નિર્માણ કરશે*- મુખ્યમંત્રીશ્રી
-: *શ્રી વિજયભાઇ રૂપાણી*-
         *દેશમાં કેટલાય વર્ષો બાદ શિક્ષણ નીતિનું ઘડતર થઇ રહ્યું છે*
         *વિદ્યાર્થીને કેન્દ્રસ્થાને રાખી સામૂહિક ચિંતન-મંથન સહિ દિશા સહિ લક્ષ્ય છે*
         *ભારતમાતાને જગતજનની – વિશ્વગુરૂ બનાવવા જનજનમાં રાષ્ટ્રવાદ-રાષ્ટ્રનિર્માણનો ભાવ દેશના નેતૃત્વ એ જગાવ્યો છે*
         *ગુજરાતની ધરતી પર શૈક્ષિક મહાસંઘના અધિવેશનનું આયોજન-વૈચારિક આદાન-પ્રદાન ‘‘રાઇટ જોબ એટ રાઇટ ટાઇમ’’ દેશની સમગ્ર શિક્ષા પ્રણાલિ માટે ઉપયોગી બનશે*
......
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, આપણી માન્યતા, સાંસ્કૃતિક ધરોહર અને દેશની આવશ્યકતાના આધાર પર પ્રાથમિકથી લઇને ઉચ્ચ શિક્ષા પ્રણાલિથી જ રાષ્ટ્રનિર્માણ માટે સજ્જ થઇ શકાશે.
         આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, દેશ હવે બદલાઇ રહ્યો છે અને સમગ્ર વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધી રહી છે. આવનારી ચૂનૌતીઓના મૂકાબલા માટે રાષ્ટ્રવાદ રાષ્ટ્રનિર્માણ ભાવ જગાવી આ દેશનું નેતૃત્વ જનજનમાં સામર્થ્ય ઊજાગર કરી રહ્યું છે.
         મુખ્યમંત્રીશ્રી અખિલ ભારતીય રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘના ૭માં ત્રિદિવસીય અધિવેશનનો ગણપત યુનિવર્સિટીમાં પ્રારંભ કરાવતા સંબોધન કરી રહ્યા હતા.
         શ્રી વિજયભાઇ રૂપાણીએ શિક્ષા અને સંસ્કાર એકબીજા સાથે જોડાયેલા છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરતાં કહ્યું કે, શિક્ષા-દિક્ષા આપણી પરંપરા છે. માત્ર શિક્ષિત નહિ, દિક્ષીત પેઢી, રાષ્ટ્રચેતના સભર પેઢી જે દેશ માટે જીવી જાણે દેશ માટે મરી જાણે તેવી પેઢીનું નિર્માણ કરવામાં શૈક્ષિક મહાસંઘના આવા સફળ પ્રયાસો ‘‘રાઇટ જોબ એટ રાઇટ ટાઇમ’’ છે.
         મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, દેશમાં કેટલાય વર્ષો પછી શિક્ષણ નીતિનું ઘડતર થઇ રહ્યું છે. આજ સુધી શિક્ષણ નીતિના અભાવે શિક્ષણની દિશા તય ન હતી. હવે બધા સાથે મળીને વિચાર-વિમર્શ, મંથન-ચિંતન કરી વિદ્યાર્થીને કેન્દ્રસ્થાને રાખીને સહિ લક્ષ્ય-સહિ દિશામાં કાર્યરત થયા છે એમ તેમણે ઉમેર્યુ હતું.
         શ્રી વિજયભાઇ રૂપાણીએ દેશની નવી પેઢીને એવી શિક્ષા-દિક્ષાથી સજ્જ કરવા આહવાન કર્યુ કે જેનાથી ભારતમાતા જગતજનની બને, જ્ઞાનની અધિષ્ઠાતા બને. તેમણે આ દિશાનું સામૂહિક વિચાર મંથન શૈક્ષિક મહાસંઘ ગુજરાતની ધરતી ઉપરથી આ અધિવેશનના માધ્યમથી કરી રહ્યો છે તેને બિરદાવ્યુ હતું.
         મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાષ્ટ્રિય પ્રશ્નો માટે ગુજરાતે હંમેશા લીડ લીધી છે. સ્વરાજ્ય માટેના આંદોલનનું નેતૃત્વ ગાંધી-સરદારે લીધું અને સ્વરાજ્ય પછી સુરાજ્ય ગુડ ગર્વનન્સ માટે પણ ગુજરાતના સપૂત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આગેવાની લીધી છે.
         ગુજરાતે ભ્રષ્ટાચાર વિરુધ્ધ પહેલું આંદોલન નવનિર્માણ આંદોલન છેડયું હતું. હવે ગુજરાતે વોટબેન્કની રાજનીતિના સ્થાને વિકાસની રાજનીતિ પ્રસ્થાપિત કરી સમગ્ર દેશને વિકાસનું નવું રોલ મોડેલ આપ્યું છે એનો પણ તેમણે ગૌરવ સહ ઉલ્લેખ કર્યો હતો.
         શ્રી વિજયભાઇ રૂપાણીએ આ ત્રિદિવસીય મહાઅધિવેશનમાં થનારૂં ચિંતન-મનન, આપસી વૈચારિક આદાન-પ્રદાન સમગ્ર દેશની શિક્ષણ પધ્ધતિ માટે ઉપયોગી બનશે એમ પણ અધિવેશનને સફળતાની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું હતું.
         એ.બી.આર.એસ.ના અધ્યક્ષ જે.પી.સીંધલએ પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું કે, શિક્ષકોનું આ સંગઠન રાષ્ટ્રહિતમાં શિક્ષા, શિક્ષાના હિતમાં શિક્ષક અને શિક્ષકના હિતમાં સમાજને લઇને આગળ ચાલી રહ્યું છે. સમાજમાં પરિવર્તન શિક્ષક થકી શકય છે.
         તેમણે વધુમાં જણાવ્યું કે, આ સંગઠન દેશના હિતમાં કતર્વ્ય પરાયણ કરનારનું સૌથી મોટું સંગઠન છે. શિક્ષકો માત્ર વિષય પુરતા જ નહિ, સમાજના શિક્ષકો બને તે માટે ઉપસ્થિત શિક્ષક સમુદાયને તેમણે અપીલ કરી હતી.
          એ.બી.આર.એસ.એમના પ્રો અનિરૂધ્ધ દેશપાંડેએ જણાવ્યું હતું કે શિક્ષાક્ષેત્રનું ઉંડાઇથી ચિંતન કરી રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બનવા માટે શૈક્ષિકસંઘ પ્રયત્નશીલ બન્યું છે.બાળકના ભવિષ્યના નિર્માણનો શિલ્પકાર શિક્ષક છે. શિક્ષકે પોતાના કર્તવ્યોનું સંપુર્ણ પણે પાલન કરવુ જોઇએ.
          એ.બી.આર.એસ.એમના મહામંત્રી શિવાન્દ સિન્દનકેરાએ જણાવ્યું હતું કે કે 10 લાખ જેટલા સદસ્યો થકી શિક્ષણની ચિંતા અને ચિંતન થઇ રહ્યું છે તેમણે એ.બી.આર.એસ.એમની વિવિધ પ્રવૃતિઓની માહિતી પણ આપી હતી.
         ગણપત યુનિના અધ્યક્ષ ગણપતભાઇ પટેલે જણાવ્યું હતુ કે આ વિશ્વ વિધાલયમાં દેશભરના ગુરૂઓના આગમન થકી આજે ભુમિ પવિત્ર બની છે.તેમણે જણાવ્યું હતું કે ગુરૂના આશિર્વાદથી બાળકના ભવિષ્યનું નિર્માણ થાય છે. તેમણે દેશભરના શિક્ષકોને યુનિવર્સિટીને આંગણે આવકાર્યા હતા.
         આ અવસરે વિવિધ ત્રણ પ્રકાશનનું વિમોચન કરવામં આવ્યું હતું. ડો. કલ્પના પાંડે દ્વારા લેખિત ‘‘નારી ભારતીય દષ્ટી અને ભવિષ્ય વિષય’’ પર પ્રમુખ લેખોનું સંકલન ‘‘ભારતીય સંગીતમાં શિક્ષા અને સ્વાસ્થય’’ની પત્રિકા અને રાજસ્થાન ક્ષેત્રના સંઘચાલક ભગવતી પ્રસાદ લેખિત ‘‘પર્યાવરણ સંકટ જીવસુષ્ટી અને જનજીવન’’ પુસ્તિકાનું વિમોચન કરાયું હતું.
આ કાર્યક્રમમાં મંત્રી શ્રી વાસણભાઇ આહિર, સાંસદ શારદાબેન પટેલ, રાજ્યસભા સાંસદ જુગલજી લોખંડવાલા, ધારાસભ્ય આશાબેન પટેલ, વિવિધ વિશ્વ વિધાલયના કુલપતિશ્રીઓ, ઉપકુલપતિશ્રીઓ, પ્રાન્ત સંઘચાલકશ્રીઓ, ક્ષેત્રીય મંત્રીશ્રીઓ, પૂર્વ કુલપતિશ્રીઓ, વિવિધ શિક્ષણ વિધાલયના અધિકારીશ્રીઓ-પદાધિકારીશ્રીઓ, સંયોજક શ્રી ઘનશ્યામભાઇ પટેલ, નારાયણલાલ ગુપ્તા, સહ સંયોજક ભાવિનભાઇ ભટ્ટ, સહ સંયોજક શ્રી રમેશભાઇ ચૌધરી, મહાપ્રબંધક ભીખાભાઇ પટેલ, સહસંયોજક શ્રી રતુભાઇ ગોળ, પ્રચારકશ્રીઓ, રાષ્ટ્રભરના આમંત્રિત શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
         ૧૯૮૮ થી પ્રગટેલી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના યજ્ઞની જ્યોતને પ્રજ્વલીત કરવા માટે દર ત્રણ વર્ષે રાષ્ટ્રીય અધિવેશન યોજવામાં આવે છે.આ વર્ષે ગણપત યુનિ ખેરવા ખાતે ૦૮ નવેમ્બરથી ૧૦ નવેમ્બર દરમિયાન આ અધિવેશન યોજાઇ રહ્યું છે. રાષ્ટ્રીય અધિવેશનમાં સમગ્ર રાષ્ટ્રભરના શિક્ષકો ઉપસ્થિત રહી શિક્ષણ માટે ચિંતન અને મંથન કરવાના છે.
સી.એમ.-પીઆરઓ/અરૂણ)))))

Conclusion:

બાઈટ : જે.પી.સિંઘલ, ABRS અધ્યક્ષ

રોનક પંચાલ, ઇટીવી ભારત, મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.