ETV Bharat / state

મહેસાણાના બેચરાજીમાં કોંગ્રેસના બે જૂથ વચ્ચે છુટ્ટા હાથની મારામારી - ગુજરાતમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી

મહેસાણામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે ઉમેદવારના નામ જાહેર કરવા અને ઉમેદવારોને મેન્ડેટ આપવા બાબતે કોંગ્રેસમાં ગજગ્રાહ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં એક તરફ વિસનગર તાલુકા સમિતિએ ટિકિટ મામલે લેતીદેતીના આક્ષેપો સાથે સામુહિક રાજીનામાં પાઠવી કોંગ્રેસને અંગૂઠો બતાવ્યો છે. તો બીજી તરફ બેચરાજી અને કડીમાં કોંગ્રેસના બે જૂથો મેન્ડેટ અને ઉમદવારી મામલે સામસામે આવી ગયા છે, જેમાં ભારે રકઝક સર્જાતા કડીના પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડા અને બેચારજીના વર્તમાન ધારાસભ્ય ભરત ઠાકોર સાથે ઝપાઝપી અને હુમલાના દૃશ્યો સર્જાયા હતા.

મહેસાણાના બેચરાજીમાં કોંગ્રેસના બે જૂથ વચ્ચે છુટ્ટા હાથની મારામારી

author img

By

Published : Feb 16, 2021, 4:02 PM IST

  • બેચારજીમાં કોંગ્રેસના બે જૂથ સામસામે આવ્યા, ધારાસભ્ય પર હુમલો
  • બહુચરાજીમાં કોંગ્રેસના બે જૂથ વચ્ચે મારામારી, મેન્ડેડ ફાડી નાખવા બાબતે થયો હુમલો
  • લાલજીભાઈ સેવા દળના રાષ્ટ્રીય અધ્યક્ષના જૂથ અને બહુચરાજી ધારાસભ્ય જૂથ વચ્ચે તકરાર
  • ગીતાબેન દેસાઈ અને અશોકભાઈ પટેલના મેન્ડેટ બાબતે માથાકૂટ થઈ

મહેસાણાઃ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે ઉમેદવારના નામ જાહેર કરવા અને મેન્ડેટ આપવા બદલ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ધારાસભ્યો વચ્ચે મારામારી થઈ હતી. જિલ્લામાં એક તરફ વિસનગર તાલુકા સમિતિએ ટિકિટ મામલે લેતીદેતીના આક્ષેપો સાથે સામુહિક રાજીનામાં પાઠવી કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. તો બીજી તરફ બેચરાજી અને કડીમાં કોંગ્રેસના બે જૂથો મેન્ડેટ અને ઉમેદવારી અંગે સામસામે આવી ગયા અને મારામારી કરી હતી. ભારે રકઝક થતા કડીના પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડા અને બેચારજીના વર્તમાન ધારાસભ્ય ભરત ઠાકોર સાથે ઝપાઝપી અને હુમલાના દૃશ્યો સામે આવ્યા હતા.

મહેસાણાના બેચરાજીમાં કોંગ્રેસના બે જૂથ વચ્ચે છુટ્ટા હાથની મારામારી
મહેસાણાના બેચરાજીમાં કોંગ્રેસના બે જૂથ વચ્ચે છુટ્ટા હાથની મારામારી
બેચરાજી ધારાસભ્ય ભરત ઠાકોર પર હુમલો

બેચરાજી ધારાસભ્ય ભરત ઠાકોર બેચારજીમાં સ્થાનિક સ્વરાજની બેઠકો પર ઉમેદવારી માટે ફોર્મ ભરાવવા ગયા. ત્યાં સામે કોંગ્રેસના બીજા ગ્રુપ દ્વારા ઉમેદવારી પર ચડસાચળસી પર ઉતરી આવી ભારે રકઝક કરી હતી. સામે પક્ષે પણ ગેરરીતિના આક્ષેપો સાથે મામલો બગડ્યો હતો અને છેવટે બંને જૂથ વચ્ચે મારામારી થઈ હતી, જેમાં ધારાસભ્ય પર હુમલો થયો હતો. આ ઘટના બાદ ધારાસભ્ય સ્થળ છોડી સુરક્ષિત બહાર નીકળી ગયા હતા. જોકે, આ સમગ્ર ઘટના મામલે કાયદાકીય રીતે કોઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી.

મેન્ડેટ ફાડી નાખવાની ઘટના ઉગ્ર બની

મહત્ત્વનું છે કે, કોંગ્રેસના ગીતાબેન દેસાઈ અને અશોકભાઈ પટેલના મેન્ડેટ ફાડી નાખવા બાબતે બોલાચાલી થઈ હતી. આમાં લાલજીભાઈ સેવા દળના રાષ્ટીય અધ્યક્ષના જૂથ અને બહુચરાજી ધારાસભ્ય ભરતજી જૂથ વચ્ચે ભારે તકરાર થઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.