- સેન્ટરની અનેક વિશેષતાઓ ખેતી અને ખેડૂતો માટે લાભદાયી રહે તે રીતે વિકસાવવામાં આવી
- રાજ્યપાલના હસ્તે 'સેન્ટર ઓફ એક્સલન્સ'નું ઇ લોકાર્પણ કરવામાં આવ્યું
- સેન્ટર ઓફ ઍક્સેલન્સ રાજ્યનું એક માત્ર લીંબુના સંશોધન માટેનું કેન્દ્ર છે
મહેસાણા: રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા મહેસાણા જિલ્લામાં આવેલ વિસનગર તાલુકાના સુંશી ગામ નજીક ખેડૂતોને રાહત દરે શાકભાજી રોપા મળી રહે અને તાલીમ મળે તે હેતુથી 'સેન્ટર ઓફ એક્સલન્સ'(Center of Excellence)નું નિર્માણ કરાયુ છે. જેનું આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે આણંદથી ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું(E-launch of 'Center of Excellence' by Governor) હતું. મહેસાણા ખાતે શરૂ કરાયેલ સેન્ટર ઓફ ઍક્સેલન્સ રાજ્યનું એક માત્ર લીંબુના સંશોધન માટેનું કેન્દ્ર(lemon research center) છે. આ સેન્ટરની અનેક વિશેષતાઓ ખેતી અને ખેડૂતો માટે લાભદાયી રહે તે રીતે વિકસાવવામાં આવી છે.
આ મુજબની સેન્ટરની હશે વિશેષતા
આ સેન્ટર 1,50,000 લીંબુના વર્ગીય જાતના રોપા તૈયાર કરવાની ક્ષમતા ધરાવે છે. અહીં શાકભાજી ખેતીની વિવિધ પદ્ધતિઓનું નિદર્શન અને તાલીમની વ્યવસ્થા કરાઈ છે. આ સેન્ટર પર 1,000 ચો.મી.ની નર્સરીની વ્યવસ્થા પણ કરવમાં આવી છે. અહીં 1,727 ચો.મી. વિસ્તારમાં 4 પોલિટન અને 943 ચો.મી.માં 2 નેટ હાઉસ આવેલા છે. ખેડૂતોને હવામાનની જાણકારી મળી રહે તે માટે ઓટોમેટિક વેધર સિસ્ટમ એક્ટિવ કરાવામાં આવ્યું છે. અહીં ખેડૂતોની જમીનના ટેસ્ટિંગ માટે સોઈલ ટેસ્ટિંગ કીટની વ્યવસ્થા કરાઈ હતી. મીડિયા ફીલિંગ શેડની પણ વ્યવસ્થા છે સાથે જ સારા વાવેતર અને ઉત્પાદન માટે અહીં તાલીમ લેવા આવતા તાલીમાર્થીઓ માટે ટ્રેનિંગ હોલ અને રહેઠાણની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અહીં લિંબુના 12 જાતના છોડ વિકસાવવમાં આવ્યા છે જે ખેડૂતોને રાહત દરે આપવામાં આવશે સાથે વિવિધ શાકભાજીના રોપાનો પણ ઉછેર કરી આપવામાં આવશે.
આ પણ વાંચો : આણંદમાં 128 લાખના ખર્ચે તૈયાર કરાયેલા આધુનિક એસ. ટી. બસ સ્ટેન્ડનું ગાંધીનગરથી ઇ-લોકાર્પણ
આ પણ વાંચો : ખેડામાં 3.35 કરોડના ખર્ચે નવનિર્મીત સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું ઇ-લોકાર્પણ