મહેસાણાઃ જિલ્લાના વિજાપુર તાલુકાના વસઈ ફાટક નજીક એક બેકાબુ બનેલી કાર રસ્તા પર વીજ પોલ સાથે ટકરાતાં વિજપોલ કાર પર પડ્યો હતો. જેને પગલે જીવંત વિજતાર કાર સાથે અડકી જતા શોર્ટસર્કિટથી કારમાં એકા એક આગ ભભૂકી ઉઠી હતી. જોકે ચાલકે સમય સુચકતા દાખવતા પોતાનો જીવ બચાવી સલામત રીતે કારમાંથી બહાર આવી જતા જાનહાની ટળી હતી. જોકે સળગેલી કર્ણ ધુમાડો જોઈ આસપાસના ગામલોકો દોડી આવ્યા હતા. આ સાથે જ વસઈ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
આ ઘટનામાં કાર સવાર મૂળ કડીનો વતની હોઈ પોતે કામ અર્થે ભિલોડા જતો હોય આકસ્મિક ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જોકે પોલીસે ઘટના અંગે ચાલકનું નિવેદન લઇ અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે તો બીજી તરફ સ્થાનિકો આ રેલવે ફાટક પર અવાર નવાર અકસ્માત બનતા હોવાનું જણાવી રેલવે તંત્ર પર આક્ષેપ કરતા રેલવે ફાટક વ્યવસ્થિત ન હોવાનો શૂર ઉઠાવી રહ્યા છે. આ સાથે જ રેલવે તંત્ર દ્વારા આ ફાટક પર અકસ્માત ટળે તે માટે યોગ્ય વ્યવસ્થા કરાય તેવી માંગ કરી રહ્યા છે.