મહેસાણા: જિલ્લામાં ગ્રામ વિકાસ એજન્સી થકી સરકારની પ્રધાનમંત્રી આવસ યોજના અંતર્ગત ગરીબ અમે મધ્યમવર્ગી પરિવારોને પ્લોટ અને મકાનની ફાળવણી કરવામાં આવી છે. જિલ્લામાં સરકારની આ યોજના થકી નંદાસણમાં આવસની કોલોની બનાવવામાં આવી છે અને લાંગણજ ખાતે 13 આવસનું કામ ચાલુ છે તો વડનગર ખાતે વધુ કેટલાક આવસ નિર્માણ કરાય તેવી શક્યતાઓ છે.
મહેસાણા જિલ્લામાં આવસ યોજનાની માહિતી માટે અમારી ટીમે જિલ્લા ગ્રામ વિકાસ અધિકારી કોરોનાગ્રસ્ત થતા રજા પર હોવાથી ઇન્ચાર્જ અધિકારીનો સંપર્ક સાધ્યો હતો. જો કે, આ મહિલા અધિકારીએ પોતાની જવાબદારીનું પોટલું જિલ્લા વિકાસ અધિકારીના માથે ઢોળી દીધું હતું તો ઉપરી અધિકારીની સૂચનાથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અન્ય કર્મચારીએ માહિતી આપતા જિલ્લામાં વર્ષ 2016મા પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરાઇ હતી. જેમાં વર્ષ 2016-2017-2018માં સરકાર દ્વારા 2729નો લાક્ષાંક આપવામાં આવ્યો હતો. જેમાં 2727નું આયોજન કરતા અંતે 2702 પરિવારોને લાભ મળ્યો હતો તો વર્ષ 2018-19માં 1901ના લાક્ષાંક સામે માત્ર 34 લોકો પાસે પ્લોટિંગ વ્યવસ્થા ન થતા આવાસ અટકી પડ્યા છે જે ચાલુ માસમાં પૂર્ણ થઈ શકશે. સરકારની જુદી જુદી યોજનાઓ સંલગ્ન લાભાર્થીઓને લાભ મળે તે માટે મિશન તાલીમ થકી તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી રહી છે.