મહત્વનું છે, મહેસાણાના ખેરાલુ તાલુકાના કુડા ગામના ગરીબ પરિવારમાંથી આવતા ઠાકોર પ્રવીણસિંહ 4 વર્ષ અગાઉ આર્મીમાં જોડાયા હતા. તો એક મહિના પહેલા લગ્ન કરી દાંપ્તય જીવનની શરૂઆત કરી હતી. જો કે, આકસ્મિક રીતે બનેલી આર્મી ટેન્ટમાં કરંટ લાગવાની ઘટનાએ આ જવાનના લગ્ન જીવનની શરૂઆતમાં જ અંધારું પથરાયું છે. તો મૃતક જવાનના નાના ભાઈની પણ આર્મીમાં જોડાવવાની ઈચ્છા પહેલેથી રહેલી છે.
ઉપરાંત ઠાકોર પ્રવીણસિંહને કરંટ લાગતા જોઈ અન્ય જવાને પ્રવિણસિંહને બચાવવા પ્રયાસ કર્યો હતો. જો કે, કરંટ લાગવાની આ ઘટનામાં 24 વર્ષીય પ્રવિણસિંહ ઠાકોર અને તેમના સહકર્મીનું ઘટના સ્થળે જ મૃત્યુ મોત થયું હતું.
જેને પગલે આર્મી ઓથોરિટીએ મૃતકના પરિવારને ઘટના અંગે જાણ કરી બન્ને વીરજવાનોના પાર્થિવ દેહને તમને વતન મોકલવા તજવીજ હાથ ધરી છે. જો કે, આ સમગ્ર દુઃખદ ઘટનાને પગલે હાલમાં કુડા ગામમાં શોકની લાગણી છવાઈ છે તો મૃતક જવાન પ્રવીણસિંહના પાર્થિવ દેહને આવતી કાલે વતન લાવી અંતિમક્રિયા કરવામાં આવશે.