ETV Bharat / state

મહેસાણા જિલ્લામાં તૌકતે વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ - મહેસાણા ન્યૂઝ

રાજ્યમાં કોરોનાની મહેમારી વચ્ચે તૌકતેનું આફત મંડરાય રહ્યું છે, ત્યારે મહેસાણા વહીવટીતંત્ર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે. આ અંગેની માહિતી કલેક્ટરે આપી છે.

મહેસાણા જિલ્લામાં તૌકતે વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ

author img

By

Published : May 16, 2021, 8:42 PM IST

  • તૌકતેની સંભવિત અસરને પહોંચી વળવા વહીવટીતંત્ર સજ્જ
  • તૌકતે વાવાઝોડા અંતર્ગત 17 મેથી 18 મે સાંજ સુધી બીનજરૂરી અવરજવર નહીં કરવા અપીલ
  • મહેસાણા જિલ્લામાં આગોતરી વ્યવસ્થા ગોઠવવમાં આવી

મહેસાણાઃ ભારત સરકારના હવામાન વિભાગની આગાહી મુજબ તૌકતે વાવાઝોડુ 17 મે 2021ના રોજ સાંજે 05-30 કલાકથી સાયક્લોનીક સ્ટોમ તરીકે રાજ્યના દરિયાકાંઠે આવી પહોંચશે. જે 18 05-2021ના રોજ વહેલી સવારે 04થી 06 કલાક દરમિયાન લેન્ડફોલ કરશે.

આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાને લઈને વીજ તંત્રની તમામ તૈયારીઓ પૂર્ણ: સૌરભ પટેલ

  • તૌકતે વાવાઝોડું અત્યંત શક્તિશાળી છે. જે રાજ્યના દરિયાકાંઠે પોરબંદર અને મહુવા વચ્ચેથી પ્રવેશ કરી મહેસાણા જિલ્લાની નજીકથી પસાર થશે. આ વાવાઝોડાની અસરથી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
  • તૌકતે વાવાઝોડાથી ઉભી થનારી પરસ્થિતિનો સામનો કરવા માટે જિલ્લા વહીવટીતંત્રએ પુરતી તૈયારી કરી છે. જેમાં જિલ્લાના તમામ વિભાગના વડાઓ સાથે કલેક્ટર એચ.કે.પટેલ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પરિસ્થિતિની સમીક્ષા કરી તેમને હાઇએલર્ટ પર રહેવા સૂચના આપી છે.
  • જિલ્લાના તમામ વિભાગના વડાઓ તેમજ તેમના કર્મચારીઓને મહેસાણા જિલ્લાના તેમના મુખ્ય મથક ખાતે હાજર રહેવા અને જિલ્લા કલેક્ટરની પુર્વ પરવાગી સિવાય હેડક્વાટર્સ નહીં છોડવા માટે સૂચના આપવામાં આવી છે.
  • જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલોમાં વાવાઝોડોની સંભવિત અસરને કારણે વીજ પુરવઠામાં વિક્ષેપ થાય તો તેની સામે જનરેટર સેટ દ્વારા વીજ પુરવઠો જળવાઇ રહે અને દર્દીઓને કોઇ હાલાકી ન પડે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કાર્યપાલક ઇજનેર વિદ્યુતની કચેરી દ્વારા જનરેટર સેટના ટેસ્ટીંગની કાર્યવાહી પુર્ણ કરવામાં આવી છે.
  • તમામ સરકારી હોસ્પિટલોના સુપ્રીન્ટેન્ડન્ટોને પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી તેમની હોસ્પિટલમાં દાખલ થયેલા કોવિડ અને નોન કોવિડ દર્દીઓની સારવારમાં કોઇ વિક્ષેપ ન થાય તે માટે જરૂરી પગલાં ભરવા સૂચના આપવામાં આવી છે અને હોસ્પિટલના તમામ સ્ટાફને સતત સંપર્કમાં રહી પરિસ્થિતને પહોંચી વળવા સુસજ્જ કરવા જણાવવામાં આવ્યું છે.
  • જિલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને પુરો પાડવામાં આવતા ઓક્સિજનના જથ્થાને રીઝર્વ કરવામાં આવ્યો છે. જેથી પુરવઠામાં વિક્ષેપ થવાની પરિસ્થિતિમાં ઉભી થનારી કોઇપણ સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ થયું છે.
  • હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડન્ટોને તેમની હોસ્પિટલના બારી, દરવાજા વગેરને ચુસ્તતાપૂર્વક બંધ કરી વાવઝોડાથી હોસ્પિટલની અંદર નુંકસાન ન થાય તે માટેની વ્યવસ્થા કરવા અને જરૂરી પગલાં ભરવા સૂચના આપવામાં આવી છે. જે સંબધે કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન, કાર્યપાલક ઇજનેર પીઆઇયુ અને હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડન્ટોને સંયુક્ત રીતે કાર્યવાહી કરવા સૂચના અપાઇ છે.
  • તમામ નગરપાલિકના મુખ્ય અધિકારીઓને ભયજનક હોર્ડિગ્સ, ભયજનક બિલ્ડીંગ તેમજ ભયજનક થાંભલા વગેરેને દૂર કરવા તેમજ ઉતારી લેવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય અને રેલ્વે અંડરપાસમાં પાણી ભરાય તો તેને ખાલી કરવા ડિવોટરીંગ પંપ તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે.
  • ઇમરજન્સી ઓપરેશન માટે ફાયર બિગ્રેડ તૈયાર રહેશે
  • વીજ પુરવઠો સતત જળવાઇ રહે તેમજ કોઇ સંજોગોમાં વિક્ષેપ ઉભો થાય તો તેને રિસ્ટોર કરવા માટે GVCL દ્વારા 33 ક્વીક રિસ્પોન્સ ટીમો (ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ)ની રચના કરવામાં આવી છે અને તેની સાથે કોન્ટ્રકટરો ટીમો પણ તૈયાર કરાઇ છે.
  • દર્દીઓને કોઇપણ ઇમરજન્સીને પહોંચી વળવા માટે 108 એમ્બ્યુલન્સ એલર્ટ પર રહેશે. 18 જેટલી 108 એમ્બ્યુલન્સ એલર્ટ પર રહેશે
  • વાવાઝોડાની પરિસ્થિતિને તેમજ ભારે વરસાદની શક્યતાને ધ્યાને લેતાં કોવિડ રસીકરણ કાર્યક્રમ 17 અને 18 મેના રોજ બંધ રહેશે
  • કલેક્ટર એચ.કે.પટેલ દ્વારા અપીલ કરાઇ છે કે 17થી 18 મેની સાંજ સુધીમાં કોઇપણ વ્યક્તિ તેમના ઘરની બહાર રસ્તાઓ ઉપર અવર જવર ટાળે તેમજ વૃક્ષો, હોર્ડિગ્સ થાંભલા નજીક ઉભા રહેવાથી સાવધ રહેવા જણાવાયું છે. આ ઉપરાંત નાગરિકો પોતાના ઘરને હવા ચૂસ્ત રીતે બંધ કરી ભારે પવનથી નુકસાન થતું અટકાવવા જણાવાયું છે. આ ઉપરાંત મકાનોના ધાબા કે છાપરા ઉપર એવી વસ્તુઓ પડેલી કે જે ભારે પવનની ઉડીને જાન માલને નુકસાન કરે તેમ હોય તેવી તમામ વસ્તુઓને અત્યારથી સુરક્ષિત કરી ઉતારી લેવાની પણ સૂચના અપાઇ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.