ETV Bharat / state

પિલવાઈ ગામે પેરોલ પર છૂટેલા હત્યાના આરોપીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સાબરમતી જેલમાં હત્યાના ગુન્હોમાં સજા કાપી રહેલો અને અમુક કારણોસર વિજાપુર તાલુકાના પિલવાઈ ગામના અજિત રાવળને પેરોલ પર તેના ઘરે જવા રજા અપાઈ હતી. જે બાદ, તેને પેરોલની રજા પૂર્ણ થવાના 3 દિવસ બાકી હતા ત્યારે જ, ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું.

પિલવાઈ ગામે પેરોલ પર છૂટેલા હત્યાના આરોપીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
પિલવાઈ ગામે પેરોલ પર છૂટેલા હત્યાના આરોપીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
author img

By

Published : Apr 3, 2021, 12:30 PM IST

  • પેરોલ પર આવેલ હત્યાના આરોપીએ ગળે ફંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
  • જેલમાં જવા ન માંગતો હોવાથી આ પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે
  • મહેસાણાના વિજાપુર પોલિસે ગુન્હો નોંધી વધું તપાસ હાથ ધરી હતી

મહેસાણા: જિલ્લાના વિજાપુર તાલુકાના પિલવાઈ ગામે અજિત રાવળ નામના વ્યક્તિ સામે કોટડી ગામના વ્યક્તિની હત્યાનો ગુન્હો નોંધાયો હતો. આથી, સાબરમતી જેલમાં સજા કાપી રહ્યો હતો. જોકે, અમુક કારણોસર હત્યાના આરોપી અજિત રાવળને પેરોલ પર રાખી તેના ઘરે જવા રજા અપાઈ હતી. જે બાદ, તેને પેરોલની રજા પૂર્ણ થવાના 3 દિવસ બાકી હતા ત્યારે જ, ઝાડની ડાળીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું.

આ પણ વાંચો: કાનપુરમાં યુવતીએ સાસરિયાઓ અને પતિના ત્રાસથી કરી આત્મહત્યા

આત્મહત્યાનું કારણ હજુ પણ અકબંધ

પિલવાઈ ગામે પેરિલ પર આવેલ યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા વિજાપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં, પોલીસે ઘટના સ્થળનું પંચનામું કરી મૃતદેહના પોસ્ટમોર્ટમ કરાવી હાલમાં આત્મહત્યા અંગે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે યુવકના મોત પાછળનું કારણ જાણવા લોકોના નિવેદનો લેવા સહિતની તપાસ કરી રહી છે. વધુમાં ગામ લોકોની ચર્ચામાં હત્યાના ગુન્હાનો આરોપી મૃતક અજિત રાવળ પોતે જેલમાં જવા ન માંગતો હોવાથી મનવિચલિત થતા આ પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે. જોકે, પોલીસ તપાસ બાદ આ યુવકના મોત મામલે સાચું કારણ બહાર આવી શકશે.

આ પણ વાંચો: હલ્દવાનીમાં મોબાઈલ ખોવાઈ જતા યુવકે ઝેર પીને આત્મહત્યા કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.