- વડનગરના સુંઢિયામાં સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને 10 વર્ષની કેદ
- સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરાયું
- મહેસાણા પોકસો કોર્ટે 10 વર્ષની સજા અને 18500 રૂપિયાનો દંડ ફટકાર્યો
આ પણ વાંચોઃ રામલીલા ફિલ્મનો વિરોધ કરતા આગેવાનોને મેટ્રો કોર્ટે કર્યા નિર્દોષ મુક્ત
મહેસાણાઃ જિલ્લાના વડનગર તાલુકામાં આવેલા સુંઢિયા ગામમાં 4 વર્ષ અગાઉ ગામમાં રહેતા બે બાળકોના પિતા એવા વિજય ઠાકોરે સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું. આ સગીરા એકલી હોવાનો વિજય ઠાકોરે ફાયદો ઉપાડ્યો હતો.
આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટના નિર્ણય પર સાયરસ મિસ્ત્રીએ કહ્યું, મારી અંતરાત્મા સાફ
સરકારી વકીલની દલીલને ધ્યાનમાં રાખી પોલીસે આરોપીને સજા ફટકારી
વિજય ઠાકોર સગીરાનું અપહરણ કરી તેને જુદી જુદી જગ્યાએ લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે અનેક વાર દુષ્કર્મ કર્યું હતું. સગીરાના પરિવારે આ અંગે વિજય ઠાકોર સામે ફરિયાદ પણ નોંધાવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ મહેસાણાની પોક્સો કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. કોર્ટે સરકારી વકીલ નિર્મલ શાહે રજૂ કરેલા પૂરાવા અને હસુમતી મોદીને દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીને 10 વર્ષની કેદ અને 18,500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.