- કડી નર્મદા કેનાલમાંથી કિન્નરનો મૃતદેહ મળવા મામલે હત્યાના આરોપીઓ ઝડપાયા
- પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ સહિત વિવિધ ટીમ બનાવી આરોપીઓને ઝડપી લીધા
- હત્યાના આરોપમાં કુલ 7 કિન્નરની ધરપકડ, 2 ફરાર
મહેસાણા : જિલ્લાના કડી તાલુકામાં પસાર થતી કેનાલોમાં છાસ વારે બિનવારસી હાલતમાં મૃતદેહ મળી આવતી હોય છે. જો કે, તાજેતરમાં ગત 18 માર્ચના રોજ રંગપુરડા ગામ નજીકથી મળેલા એક બિનવારસી મૃતદેહની તપાસ કરતા પોલીસે મૃતદેહ પરના માથાના વાળ અને આંખની આઈબ્રો કાપેલી અને બોથળ પદાર્થ મારી હત્યા કરાઈ હોવાની હકીકત સામે આવી હતી. જે આધારે પોલીસે તપાસ કરતા આ મૃતદેહ કિન્નરનો હોવાની જાણકારી મળી હતી.
9 કિન્નરો સામે કિન્નર ભાવિકની હત્યા મામલે ગુનો નોંધાયો
કોઈ કિન્નરને અપમાનિત કરવા માટે આવું કૃત્ય કરાતું હોય છે, તેવી હકીકતને આધારે ટેક્નિકલ સર્વેલન્સની ટીમ સહિત સ્થાનિક પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચની મદદ લઇ તપાસ કરતા મૃતક કિન્નર જોડે છેલ્લે અન્ય કિન્નર જાનુ એક બીજા સાથે હોવાનું સામે આવ્યું હતું. પોલીસે પૂછપરછ કરતા જાનુએ હત્યાના ગુનાની કબૂલાત કરી હતી. તેમાં સામે અન્ય સાગરીતોના નામ જાહેર કર્યા હતા. જે આધારે પોલીસે 7 જેટલા કિન્નરની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે કિન્નર હજૂ ફરાર છે. આ ગુનામાં કુલ 9 કિન્નરો સામે કિન્નર ભાવિકની હત્યા મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો - કડીના રંગપુરડા નજીક પસાર થતી નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળ્યો
કિન્નર ભાવિકની હત્યા કેવી રીતે થઇ?
સામાન્ય રીતે કિન્નરોનો એક પરિવાર હોય છે, જેમાં મુખ્ય કિન્નર મુખી માસી અને અન્ય લોકો તેમના હાથ નીચે કામ કરતા હોય છે, ત્યારે કડીના રંગપુરડા નર્મદા કેનાલમાંથી મળેલા કિન્નર ભવિકાની મૃતદેહ મામલે પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં એક સંપ થઈ રહેતો કિન્નરના પરિવારમાં કિન્નર ભાવિકાને તેના મુખી કિન્નર સાથે તકરાર સર્જાતા તેમને છૂંટા પડી ગયા હતા. જે બાદ કિન્નરોના બે જૂથ એક બીજાના વિસ્તારમાં પોતાના નિયતક્રમ મુજબ પૈસા માંગવાનું કામ કરતા હોવાથી એક બીજા વચ્ચે મોટી તકરાર સર્જાઈ હતી. જેમાં મુખી કિન્નર વૈભાલીએ ભાવિકા કિન્નરને પોતાના અખાડામાં બોલાવી અન્ય સાથી કિન્નરો સાથે મળી ભાવિકા કિન્નરના વાળ કાપી નાખી આઈબ્રો કાપીને અપમાનિત કરી બ્લેડ અને માર મારીને ગંભીર રીતે ઇજાઓ પહોંચાડતા તેનું મોત થયું હતું. મૃતક ભાવિકા કિન્નરને અખાડાથી 70 KM દૂર વાઘોડિયા નજીક નર્મદા કેનાલમાં ફેંકી દેતા તેનો મૃતદેહ કડીથી મળી આવ્યો હતો, ત્યારે સમગ્ર હકીકત સામે આવતા કડી પોલીસ મથક ખાતે તમામ 9 આરોપીઓ સામે હત્યા અને મદદગારી અંગે ગુનો નોંધી આ બનાવ અંગેના પુરાવા ભેગા કરવાની કવાયત હાથ ધરી છે.
આ પણ વાંચો - ભરૂચના મકતમપુર વિસ્તારમાં કિન્નરે યુવાનની ચપ્પુનાં ઘા મારી હત્યા કરતા ચકચાર