મહેસાણા : વિસનગરના કાંસા ગામે આયુષ ગ્રામ અંતર્ગત આયુર્વેદનો ઉપયોગ કરી સંપૂર્ણ ગામ સ્વસ્થ્ય અને તંદુરસ્ત બને તેવું આયોજન સરકારના પ્રોજેકટ અંતર્ગત કરવામાં આવ્યું છે, ત્યારે કાંસા ગામે મહેસાણા જિલ્લા આયુર્વેદ વિભાગ દ્વારા યોજનાની શરૂઆત માટે ઉદ્ઘાટન સમારોહ રાખવામાં આવ્યો છે.
આ તકે આજરોજ યોજાયેલા આ ઉદ્ધાટન કાર્યક્રમમાં ગામ લોકો જોડાયા અને આયુર્વેદિક સારવાર વિશે માહિતગાર થાય તે માટે એક અનોખો પ્રયાસ હાથ ધરતા બળદ ગાળામાં ટેબલો તૈયાર કરી આયુર્વેદિક ઉપચાર અને ઔષધિઓની માહિતી પ્રચાર પ્રસાર કરવામાં આવી હતી. આ ટેબલો સાથે સમગ્ર ગામમાં ગામના આગેવાનો આયુર્વેદિક વિભાગના તબીબો દ્વારા શાળાના બાળકો સાથે આયુર્વેદ અપનાવોના સુત્રોચાર સાથે રેલી કાઢવામાં આવી હતી. તો ગામ લોકોએ પણ પોતાના ગામમાં આયુષ ગ્રામ પ્રોજેકટને આવકારતા ગામને આયુષ ગામ બનાવવામાં સહયોગ આપવાનો શૂર પુરાવ્યો છે.