- મહેસાણા જિલ્લામાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષાની તૈયારીઓ
- 70 ટકા સિલેબસ સરળતાથી શીખવા ખાસ પુસ્તક તૈયાર કરાયું
- મહેસાણા જિલ્લાની તમામ શાળાઓમાં આ પુસ્તક પહોંચાડવામાં આવ્યું
મહેસાણા: જિલ્લામાં કોરોનાને પગલે ધંધા રોજગાર સહિત શિક્ષણ ક્ષેત્રે પણ માઠી અસર જોવા મળી હતી, ત્યારે ધોરણ 10માં બોર્ડની પરીક્ષા માટે મહેસાણા જિલ્લાની પરિસ્થિતિ પર નજર કરીએ તો અહીં જિલ્લામાં કુલ 375 જેટલી સરકારી, અર્ધસરકારી અને ખાનગી શાળાઓ આવેલી છે. જેમાં કુલ 40 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા દર વર્ષે પરીક્ષા આપતા હોય છે. તો સામાન્ય દિવસોમાં જાન્યુઆરી માસમાં સિલેબસ પણ પૂરો થઈ જતા રિવિઝન કરાવવામાં આવતું હોય છે. જોકે આ વખતે કોરોનાને પગલે શાળાઓ બંધ રહેતા સિલેબસ અધુરો રહ્યો છે.
- કોરોનાને લઈને સરકારે પણ આપી છે 30 ટકા સિલેબસમાં છૂટછાટ
- જિલ્લામાં ધોરણ 10 માટે કુલ 375 જેટલી શાળાઓ આવેલી છે
- દર વર્ષે 40 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે
- બોર્ડ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ છે
- પરીક્ષા ફોર્મ ભરવા 5 તારીખ બદલી, સમય વધારીને 15 તારીખ સુધીનો સમય અપાયો
- જાન્યુઆરીમાં સિલેબસ પૂરા થાય છે પરંતુ કોરોનાને લઈ આ વખતે અધુરો રહ્યો છે
- આગામી 10 મેથી 25મે સુધી પરીક્ષા યોજાશે
મહેસાણા જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા ખાસ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું
વિદ્યાર્થીઓની સરળતા માટે સરકારે પરીક્ષામાં 70 ટકા સિલેબસને જ ધ્યાને લેવા નિર્ણય કર્યો છે. જ્યારે 30 ટકા સિલેબસને આ વખતેની બોર્ડની પરીક્ષામાંથી બાકાત રાખ્યો છે. જોકે તજેતરમાં ઓફલાઇન સ્કૂલો શરૂ થતા વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો સિલેબસને પહોંચી વળવા ચિંતિત બન્યા હતા. ત્યાં મહેસાણા જિલ્લા ઉચ્ચ શિક્ષણ કચેરી દ્વારા વિજ્ઞાન, ગણિત અને અંગ્રેજી જેવા મહત્વના વિષયો પર તજજ્ઞોને પાસેથી ખાસ સિલેબસ તૈયાર કરાવીને એક પુસ્તક લખવામાં આવ્યું છે. જે પુસ્તક 70 ટકા સિલેબસ સાથે જિલ્લાની તમામ શાળાઓમાં પહોંચાડી વિદ્યાર્થીઓનો સિલેબસ પૂરો કરવામાં આવી રહ્યો છે અને સાથે જ હાલમાં પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે. જે ફોર્મ પ્રક્રિયા બાદ આગામી 10 મેથી 25 મે સુધી પરીક્ષા યોજાનારી છે.
આ પણ વાંચો : ઓનલાઇન સાહિત્ય સ્પર્ધામાં મહેસાણાની વિદ્યાર્થીનિએ મેળવ્યો તૃતિય ક્રમાંક