- આગને પગલે ડાયમંડ કંપનીમાં ભારે નુકસાન
- વિસનગરના સમર્થ ડાયમંડમાં લાગી આગ
- રાત્રે 8 વાગે લાગેલી આગ મોડી રાત્રે 2 વાગે કાબૂમાં આવી
મહેસાણા: વિસનગરમાં આવેલી નૂતન સ્કૂલ સામે એક ડાયમંડ ફેકટરીના બિલ્ડીંગમાં રાત્રે 8 વાગ્યાના સુમારે એકાએક ધુમાડા ઉડવા લાગ્યા હતા. ડાયમંડ યુનિટ બંધ હોવા છતાં ધુમાડા નીકળતા સ્થાનિકોએ તપાસ કરી તો આગ લાગ્યાનો બનાવ સામે આવ્યો હતો. જેને લઈને વિસનગર ફાયર ટીમને જાણ કરીને આગ બુજાવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: કાનપુરની કાર્ડિયોલોજી હોસ્પિટલમાં આગ, કોઈ જાનહાની નહીં
8 ફાયર ફાઈટરની મદદથી 6 કલાકે આગ કાબૂમાં આવી
આગ ઉપરના માળે આગ હતી. જોત-જોતામાં આગ વિકરાળ બનતા મહેસાણા, ખેરાલુ, વિજાપુર, ઊંઝા, અને મહેસાણા ONGC(ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ) સહિત કુલ 8 ફાયર ફાઇટર ટીમ અને અગ્નિશામક દળોની મદદ લેવામાં આવી હતી. ફાયર ટીમે ભારે જહેમત ઉઠાવતા સતત 6 કલાકના પ્રયાસ બાદ આગ કાબૂમાં આવી હતી. જોકે, આગને પગલે ડાયમંડ ફેક્ટરીમાં ભારે નુકસાનની આશંકાઓ સેવાઈ રહી છે. આગ લાગવા પાછળનું કારણ હજુ પણ અકબંધ રહ્યું છે.
આ પણ વાંચો: સાબરકાંઠાના હિંમતનગર નજીક કાંકણોલ ગામમાં આગ લાગતા ઘઉંના પાકને થયું નુકસાન