- મહેસાણાના લાંગણજમાં એલોપેથી પ્રેક્ટિસ કરતો બોગસ તબીબ ઝડપાયો
- મહેસાણા SOGને ટીમે બોગસ તબીબને દબોચ્યો
- દવાઓ ઇન્જેક્શન સહિત કુલ 4,466ના મુદ્દામાલ સાથે ધરપકડ
મહેસાણ : જિલ્લામાં આરોગ્ય તંત્ર જાણે કે નિંદ્રાધીન બન્યું છે અને લોકોના આરોગ્ય સામે મોટો ખતરો કહી શકાય એવા બોગસ તબીબો ઠેર ઠેર પ્રેક્ટિસ કરી રહ્યા છે. તાજેતરમાં મહેસાણા SOGની ટીમે મહેસાણા તાલુકાના લાંગણજ ગામે બોગસ તબીબી પ્રેક્ટિસની માહિતી મળતા સ્થળ પર પહોંચી દરોડા પાડ્યા હતા. જેમાં નાયી રાજેશ નામનો યુવક પોતે લાયકાત ન હોવા છતાં એલોપેએથિકની પ્રેક્ટિસ કરતો હોવાની ઘટના સામે આવી હતી .તેની સામે કાયદેસરના પગલાં લઈ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે
આ પણ વાંચો : રાજકોટમાંથી વધુ એક નકલી ડોક્ટરની SOGએ કરી ધરપકડ
દવાઓ અને ઇન્જેક્શનો સહિત 4,466નો મુદ્દામાલ જપ્ત કરાયો
લાંગણજ ગામેથી બોગસ તબીબ ઝડપાયો છે જેના ક્લિનિક પરથી તપાસ દરમિયાન પોલીસે ગેરકાયદેસર રીતે લોકોને અપાતી એલોપેએથિક દવા અને ઇન્જેક્શનોનો જથ્થો મળી આવતા તમામ સ્ટોક મળી કુલ 4,466નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. લોકોના જીવ સાથે જોખમ છેડાનાર ગેરલાયક તબીબ સામે કાયદાની જોગવાઈ અનુસાર ફરિયાદ નોંધી તેની સામે વધુ તપાસ કાર્યવાહી આરંભી છે.
આ પણ વાંચો : વાંકાનેરના માટેલ રોડ પરથી બોગસ ડોક્ટર ઝડપાયો