- મહેસાણા જિલ્લામાં ઉત્તરાયણ પહેલા દોરીથી આંખોની ભમરો કપાઈ, 20 ટાંકા આવ્યા
- બે ખાનગી હોસ્પિટલોમાં સારવાર બાદ ગંભીર સ્થિતિમાં આવેલા યુવાનને બચાવી લેવાયો
- પતંગની કાતિલ દોરીએ બાઇકચાલકની આંખની ભમ્મર વીંધી
મહેસાણાઃ મહેસાણા શહેરમાં ઉતરાયણ પહેલાં દોરીથી ઇજાની પ્રથમ ઘટના સામે આવી છે. રાધનપુર રોડ પરથી બાઇક લઇને પસાર થઇ રહેલા યુવાનના ચહેરા પર ભમ્મરના ભાગે પતંગની દોરી લાગતાં લોહીલુહાણ થઇ ગયો હતો. જેને 20 ટાંકા આવ્યા છે.
ગંભીર સ્થિતિમાં 20 ટાંકા લઈ યુવાનને બચાવાયો
મહેસાણાના મોઢેરા રોડ પર આવેલી ગોપાલનગર સોસાયટીમાં રહેતા સતિષ મહેન્દ્રભાઇ પ્રજાપતિ તેમના બાઇક પર ફર્નિચરની દુકાને જવા નીકળ્યા હતા. રાધનપુર રોડ પર આવેલા રાધેકિર્તન ફ્લેટ પાસેથી પસાર થતા હતા ત્યારે પતંગનો દોરાથી તેમના ચહેરા પરની ભમ્મરને ગંભીર ઇજા પહોંચી હતી. તેઓ લોહીલુહાણ હાલતમાં ઘટના સ્થળે જ બેસી ગયા હતા. 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે લાયન્સ હોસ્પિટલમાં લઇ જવાયેલા યુવાનને ઇજાવાળી જગ્યાએથી લોહી બંધ થતું ન હોવાથી ખાનગી હોસ્પિટલમાં લઇ જવાતાં દોઢ કલાકની જહેમતને અંતે 20 ટાંકા આવ્યા હતા.