મહેસાણાઃ હાલમાં અનલોક-1નો તબક્કો શરૂ થયો છે, ત્યાં મહેસાણા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ તેજ ગતિએ વધી રહ્યું છે. જો કે, કોરોનાને પગલે હવે મહેસાણામાં નાયબ પોલીસ અધિક્ષક રુહી પાયલા સંક્રમિત થયા છે. તો બીજી તરફ છેલ્લા 3 દિવસમાં 36 જેટલા કેસનો વધારો થવા ઓએમયો છે. જેમાં કડી કોરોના સંક્રમણમાં જિલ્લાનો હોટસ્પોટ તાલુકો જોવા મળ્યો છે.
હાલમાં જિલમાં કુલ 144 પોઝિટિવ કેસના કુલ આંકડા સાથે 54 કેસ એક્ટિવ જોવા મળી રહ્યા છે. તો અત્યાર સુધીમાં કુલ 9 લોકો મોતને ભેટ્યા છે, 82 દર્દીઓ સ્વસ્થ થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. તો કોરોના ટેસ્ટિંગ માટે જિલમાં અત્યાર સુધીમાં કુલ 1875 સેમ્પલ લેવાયા છે. જેમાંથી 1615 સેમ્પલ નેગેટિવ આવેલા છે. હાલમાં 24 સેમ્પલ હજુ આવવાના બાકી છે. તો આજ રોજ મહેસાણાના DYSP સહિત વધુ 9 લોકો કોરોનાની આ બીમારીમાં સપડાયા છે.