ETV Bharat / state

ઊંઝામાં ATMમાંથી 39.53 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, કેશવાનના ડ્રાઇવરે કરી હતી ચોરી

મહેસાણા: ઊંઝા શહેરમાં આવેલા ભારતીય સ્ટેટ બેંકના ATM મશીનમાંથી 39.53 લાખની રકમ ચોરી થઈ હતી. આ રકમ બેંકના અધિકૃત પાસવર્ડ અને ચાવીના આધારે ATM મશીનના કેશબોક્સને ખોલી ચોરી કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ ચોરીને કેશવાનના ડ્રાઇવરે જ અંજામ આપ્યો હતો.

arrested
author img

By

Published : Jul 31, 2019, 9:29 AM IST

ઉલ્લેખનીય છે કે, આ બાબતે ઊંઝા પોલીસે બેન્કના તમામ કર્મચારીઓની તપાસ પૂછપરછ હાથ ધરી હતી. જેમાં ATMમાં પૈસા ભરવા લઈ જતી કેશવાનના ડ્રાઇવર પર પોલીસને શંકા જતા પોલીસે તેની અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરી હતી. પોલીસની પૂછપરછમાં આખરે કેશવાનના ડ્રાઇવર અલ્કેશ ઠાકોરે ચોરીનો ગુનો કબુલ્યો હતો.

ઊંઝામાં ATMમાંથી 39.53 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, કેશવાનના ડ્રાઇવરે કરી હતી ચોરી

મળતી માહિતી મુજબ, તેણે જણાવ્યું હતું કે, તેણે પોતાના બે મિત્રો કિરણ ઝાલા અને બકો દરબારની મદદ લઈને ATM મશીનની ડુપ્લીકેટ ચાવી અને પાસવર્ડથી અનલોક કર્યુ અને ત્યાર બાદ તેમાંથી રુપિયા 39.53 લાખની ચોરીને અંજામ આપ્યો. આ બાબતે પોલીસે પોતાની બેંક સાથે ઉચાપત કરવાના ગુનામાં ડ્રાઇવર સહિત 3 શખ્સોની ધરપકડ કરી રુપિયા 34.65 લાખની રોકડ રકમ રિકવર કરી છે. આરોપીઓએ આ ગુનાહિત કૃત્ય શા માટે કર્યુ તે વિશે પોલીસે વધુ પુછપરછ હાથ ધરી છે.

Intro:

ઊંઝામાં ATM માંથી 39.53 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, કેશવાનના ડ્રાઇવરે આપ્યું ચીરીને અંજામ

Body:

મહેસાણાના ઊંઝા શહેરમાં આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ATM મશીન માંથી 39.53 લાખની રકમ ચોરી થઈ હતી જે રકમ બેંકન અધિકૃત પાસવર્ડ અને ચાવી આધારે ATM મશીનના કેશબોક્સને ખોલી ચોરી કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસ માં જાણવા માળતા ઊંઝા પોલીસે બેન્કના તમામ કર્મચારીઓની તપાસ પૂછપરછ હાથ ધરેલ જેમાં ATMમાં પૈસા ભરવા લઈ જવાતી કેશવાનના ડ્રાઇવર પર પોલીસને શંકા જતા પોલીસે તેની અટકાયત કરી સઘન પૂછપરછ કરતા આખરે કેશવાન ડ્રાઇવર અલ્કેશ ઠાકોરે પોતાના બે મિત્રો કિરણ ઝાલા અને બકો દરબારની મદદ લઈ પોતે ATM મશીન ડુપ્લીકેટ ચાવી અને પાસવર્ડ થી અનલોક કરી તેમાં થી રોકડ રૂપિયા 39.53 લાખ ઉઠાવી જઈ પોતાની બેન્ક સાથે ઊંચાપત કરેલ જે અનુસંધાને પોલીસે કેશવાન ડ્રાઇવર સહિત 3 શખ્સોની ધરપકડ કરી 34.65 લાખની રોકડ રકમ રિકવર કરેલ છે પોલીસ દ્વારા આરોપીઓ એ આ ગુનાહિત કૃત્ય કેમ કર્યું અને વધુ કેટલી ગુનાહિત કડી આરોપીઓ સાથે સંકળાયેલી છે તે માટે વધુ પૂછપરછ અને તપાસ ચાલી રહી છે Conclusion:

મહેસાણા જિલ્લામાં એક તરફ ગુન્હાહિત કૃત્યો વધી રહ્યા છે તેની સામે પોલીસ ની પણ સઘન કાર્યવાહી જોવા મળી રહી છે ત્યારે જિલ્લામાં વધી રહેલા ગુન્હાહિત માપદંડ ક્યારે ઘટે છે તે જોવું રહ્યું

રોનક પંચાલ, ઈટીવી ભારત , મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.