- મહેસાણા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી
- બુલેટ વેચવા મામલે છેતરપિંડી આચરનારા 3 નબીરા ઝડપાયા
- ફરિયાદી પાસેથી રૂપિયા 45,000 પડાવ્યા હતા
મહેસાણા : આર્મી મેનની ઓળખ આપી સોશિયલ મીડિયા પર બુલેટ વેચવા મામલે છેતરપિંડી આચરનારા 3 નબીરા ઝડપાયા છે. મહેસાણા પોલીસે ટ્રાન્સફર વોરંટને આધારે આરોપીઓને સેન્ટ્રલ જેલ રાજસ્થાનથી ઝડપી લીધા છે. આ આરોપીઓ દ્વારા સાયબર ક્રાઇમને અંજામ આપતા નંદાસણના ફરિયાદી પાસેથી રૂપિયા 45,000 પડાવ્યા હતા.
ફેસબુક પર આર્મી મેનનું બુલેટ રૂપિયા 55,000 હજારમાં ખરીદવા જતા છેતરપિંડી
દિન પ્રતિદિન ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાનાના ઉપયોગ સાથે સાયબર ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે. ત્યારે મહેસાણાના નંદાસણના એક વ્યક્તિ સાથે ફેસબુક પર આર્મી મેનનું બુલેટ રૂપિયા 55,000 હજારમાં ખરીદવા જતા છેતરપિંડીની ઘટના સામે આવી હતી. જેમાં મહેસાણા SOG દ્વારા તપાસ કરવામાં આવતા આરોપીઓ રાજસ્થાનની મધ્યસ્થ જેલમાં બંધ હોવાની માહિતી મળી હતી.
મહેસાણા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી
મળેલી માહિતીને આધારે મહેસાણા SOGની ટીમે સાયબર ક્રાઇમને અંજામ આપનારા 3 શખ્સો મેવ શાહીલ, મેવ વસીમ અને સપાત ખાન મળીને બે પુત્ર અને પિતાની ધરપકડ કરી છે. મહેસાણા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.