મહીસાગરઃ જિલ્લામાં તાજેતરમાં જ બાલાસિનોરના નિલેશભાઈ શાહના 20 વર્ષીય યુવાન પુત્ર શૈલ નિલેશ ભાઈ શાહ કે, જેઓ જિલ્લામાં પ્રથમ પ્લાઝમાં ડોનર બન્યા હતા, ત્યારે શૈલના પિતાએ પ્લાઝ્મા ડોનેટની જરૂર પડશે, તો પ્લાઝમાં ડોનેટ કરવા માટે પ્રોત્સાહિત કરવાનું વચન આપ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, નિલેશ રસિકભાઈ શાહના ઘરના જ 11 વ્યક્તિઓમાંથી 9 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા અને તેમના મોટાભાઈ સંદીપભાઈનું અવસાન પણ થયું હતું. છતાં આ પરિવાર આ આઘાતમાંથી બહાર આવીને મન મક્કમ કરીને પોતાના પુત્રોને પ્લાઝ્મા ડોનેટ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યાં છે, ત્યારે શૈલના મોટાભાઈ મીત પણ પ્લાઝ્મા ડોનેટ કરવા આગળ આવ્યા અને 24 ઓગસ્ટના રોજ, મીત પણ પ્લાઝ્માં ડોનેટ કરીને મહીસાગર જિલ્લામાં બીજા પ્લાઝમાં ડોનેટ કરનારા બન્યા હતાં.
મીત પ્લાઝ્મા ડોનેટ કરતાં કહે છે કે, ભલે હું મારા પરિવારના સભ્યોની જિંદગી બચાવી ન શક્યો પણ મારા પ્લાઝ્મા ડોનેટથી બીજાની જિંદગી તો બચાવી શકીશ. પ્લાઝ્મા ડોનેટ કરવાથી મને કોઈ તકલીફ નથી. આપણે જેમ રક્તદાન કરીએ છીએ તેમ જ પ્લાઝ્મા ડોનેટ થઈ શકે છે.
પ્લાઝ્મામાં એક બાજુથી આપણા લોહીમાંથી જરૂરી રક્તકણો લઈને બીજી બાજુએથી લોહી આપણા શરીરમાં પાછું આવે છે. જે રક્તકણો લેવામાં આવે છે, તેનાથી જરૂરિયાતવાળા દર્દીઓને આપવામાં આવવાથી તેની જિંદગી બચાવી શકાય છે. આમ બાલાસિનોરના નિલેશભાઈ રસિકલાલ શાહ પરિવારના યુવાનોએ સમાજમાં એક અન્ય ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી જિલ્લાના યુવાનોને પ્લાઝમાં ડોનેટ કરવા માટે પ્રેરણારૂપ કાર્ય કર્યું છે.