થોડા દિવસો પૂર્વે જ ખુલ્લા મુકાયેલ ડાયનોસર પાર્કમાં યોજાયેલ સફાઈ અભિયાનમાં વગડો ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થાના પ્રમુખ રાજ પટેલ તથા 10 વોલેન્ટીયર જોડાયા હતા, આ ઉપરાંત બાલાસિનોર વનવિભાગના RFO સહિત તથા સ્ટાફના કર્મચારીઓ અભિયાનમાં જોડાયા હતા.
2 કલાક સુધી ચાલેલા આ કાર્યક્રમમાં હાજર દરેક વ્યક્તિને પર્યાવરણનું જતન કરવા માટેની માહિતી અપાઈ હતી. પ્લાસ્ટિકના વધતાં જતાં ઉપયોગને કઈ રીતે નિયંત્રણ કરી શકાય તેમ જ પ્લાસ્ટિક પ્રદૂષણ કઈ રીતે નિયંત્રણમાં આવી શકે તે માટેનો વાર્તાલાપ કરવામાં આવ્યો હતો.