ETV Bharat / state

મહીસાગરના સોનેલા પાસે બસ અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, બે સગા ભાઈઓ મોતને ભેટ્યા

મહીસાગરના સોનેલા ગામ નજીક મંગળવારે બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. બસ અને બાઈક ક્રોસ થતી વખતે ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઈક પર સવાર બે સગા ભાઈઓ ગંભીર રીતે ઘાયલ થતાં તેઓને 108 દ્વારા લુણાવાડાની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન બન્ને ભાઈઓના મોત નિપજ્યાં હતા. હાઇવે પર અકસ્માત સર્જાતા લુણાવાડા પોલીસે આ ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 29, 2023, 6:13 AM IST

મહીસાગર : હાલોલ શામળાજી હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માતની ધટના બની છે. મહીસાગરના સોનેલા ગામ નજીક મંગળવારે બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. મોડાસાથી બારડોલી તરફ જતી બસે બાઈક ચાલકને અડફેટે લીધા હતા. બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઈક પર સવાર બે લોકો લોહી લુહાણ થયા હતા.

ગામમાં શોકની લાગણી જોવા મળી : અકસ્માત સર્જાતા આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા અને તેઓને 108ની મદદથી સારવાર માટે લુણાવાડાની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બન્નેના સારવાર દરમિયાન મોત નિપજ્યાં છે. અકસ્માતનો ભોગ બનનાર બન્ને બાઈક સવાર સગા ભાઈ હોવાનુ જાણવા મળ્યું છે. બંને ભાઇઓના એકસાથે મોત થતાં તેઓના ગામ અને પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. હાઇવે પર અકસ્માત થતાં લુણાવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

પોલિસે ઘટના અંગે જાણકારી આપી : લુણાવાડા પીઆઈ, અંસુમન નિનામા જણાવ્યું કે, આ એક્સિડેંટ કેસ છે. બે સગા ભાઈઓ બાઇક પર જઈ રહ્યા હતા, ત્યારે સામેથી બસ આવી રહી હતી. બસ મોડાસાથી સુરત તરફ જતી હતી. બંને એકબીજાને ક્રોસ કરવા જતાં આ એકસિડેંટની ઘટના બની છે. બન્નેના સારવાર દરમિયાન મોત થયા છે. આ બનાવ અંગે અમે ફરિયાદ દાખલ કરી છે. તેમજ આ ઘટનામાં હજી આગળની વધુ તપાસ ચાલી રહી છે.

  1. લગભગ 400 કલાક બાદ ભારતનું સૌથી લાંબુ રેસ્ક્યુ ઓપરેશન 'સિલક્યારા' પૂર્ણ, તમામ 41 કામદારો ટનલમાંથી બહાર આવ્યા
  2. બિહારના બેગુસરાયમાં વિસ્ફોટ, 6 બાળકો ગંભીર રીતે ઘાયલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.