- લુણાવાડામાં કોરાનાના કેસમાં ચિંતાજનક વધારો
- 48 વ્યક્તિના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરતાં 11 કોરોના રિપોર્ટ પોઝિટિવ
- કન્ટેન્ટમેંટ ઝોન જાહેર કરતા અવરજવર પર પ્રતિબંધ ફરમાવ્યો
મહીસાગર : જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં કોરોના કેશમાં ચિંતાજનક વધારો થતાં જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. લુણાવાડા બસસ્ટેન્ડ પાસે આવેલા વિસ્તારમાં ગુરુવારે 48 વ્યક્તિના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાતા તેમાંથી 11 વેપારીઓના કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. લુણાવાડા મામલતદાર તેમજ પ્રાંત અધિકારી દ્વારા આ વિસ્તારને કન્ટેન્ટમેંટ ઝોન જાહેર કરી આ વિસ્તારમાં મુખ્ય બજાર બંધ કરવામાં આવ્યા છે અને તમામ પ્રકારની અવરજવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ પણ વાંચો : અમદાવાદમાં કુલ 253 માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન છે અમલમાં
બસ સ્ટેન્ડ પાસે આવેલ આ વિસ્તારમાં મુખ્ય બજાર બંધ કરવામાં આવ્યું
લુણાવાડા મામલતદાર તેમજ પ્રાંત અધિકારી દ્વારા આ વિસ્તારને કન્ટેન્ટમેંટ ઝોન જાહેર કરતા બસ સ્ટેન્ડ પાસે આવેલ આ વિસ્તારમાં મુખ્ય બજાર બંધ કરવામાં આવ્યું છે. તમામ પ્રકારની અવરજવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે જેથી કોરોના સંક્રમણને ફેલાતું અટકાવી શકાય.
આ પણ વાંચો : અમદાવાદમાં કોરોના બેકાબૂ, 19 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા