- કન્ટેનમેન્ટ વિસ્તારોમાં સેનીટાઇઝર અને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું
- આરોગ્યની ટીમ દ્વારા દરેક નાગરિકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું જણાવ્યું
- અવાર-નવાર આપવામાં આવતી સુચનાઓનું પાલન કરી સલામત અને સુરક્ષિત રહેવા જણાવ્યું
- 30 લીટર ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું
મહીસાગરઃ લુણાવાડા કોરોનોને મહાત આપવા તથા સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે વહીવટી અને આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે.
તદ્અનુસાર આરોગ્ય ટીમ દ્વારા બાલાસિનોરના શહેરી વિસ્તારમાં આવેલા પોઝિટિવ કેસના વિસ્તારમાં આરોગ્યની ટીમ દ્વારા આ વિસ્તારોને સેનીટાઇઝ કરવાની સાથે આ વિસ્તારોમાં બેરીકેડીંગ કરાવી બંધ કરવામાં આવ્યા હતા. જયારે નાગરિકોની રોગ પ્રતિકારક શકિતમાં વધારો થાય તે માટે 30 લીટર ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આરોગ્યની ટીમ દ્વારા દરેક નાગરિકોને સોશિયલ ડિસ્ટન્સ તેમજ કેવી રીતે વારંવાર હાથ ધોવા તે અંગેની સમજ આપવાની સાથે જરૂર વગર ઘરની બહાર ન નીકળવા અને જો ઘરની બહાર નીકળવાનું થાય ત્યારે ફરજિયાત માસ્ક પહેરીને જ બહાર નીકળવા અંગે સમજ આપી સરકાર દ્વારા અવાર-નવાર આપવામાં આવતી સુચનાઓનું પાલન કરી સલામત અને સુરક્ષિત રહેવા પણ સમજાવવામાં આવ્યું હતું.