ETV Bharat / state

લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા કન્ટેનમેન્ટ વિસ્તારોના નાગરિકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી - નાગરિકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી

મહીસાગર જિલ્લાના નાગરિકોની આરોગ્ય સુખાકારી જળવાઇ રહે અને તેઓનું સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટે જિલ્લાં આરોગ્ય તંત્ર, સામુહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો્ તેમજ હેલ્થ એન્ડ વેલનેસ કેન્દ્રો્ના તબીબો તેમજ આરોગ્ય કર્મીઓ દ્વારા ગામે-ગામ આરોગ્ય લક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

 લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા કંટેન્ટમેંટ વિસ્તારોના નાગરિકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી

author img

By

Published : Jul 13, 2020, 7:07 PM IST

  • લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા કન્ટેનમેન્ટ વિસ્તારોના નાગરિકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી
  • આયુર્વેદિક અમૃતપેય ઉકાળાના પેકેટો અને આયુર્વેદિક દવા શંશમવટીનું વિતરણ કરવામાં આવ્યું
  • દરેક નાગરિકોનું થર્મલ સ્ક્રીનીંગ અને SPO2ની ચકાસણી કરવામાં આવી
  • કન્ટેનમેન્ટ ઝોનના નિયમો વિશેની જાણકારી આપતી પત્રિકાનું વિતરણ કરાયું

મહીસાગરઃ લુણાવાડા કોરોના વાઇરસની મહામારી સામે દેશ સહિત રાજય મક્કમતાથી લડત આપીને કોરોનોને મંહાત આપવા તથા સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે જિલ્લા કલેકટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ વહીવટી અને આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે.

લુણાવાડા અર્બન હેલ્થબ સેન્ટરની આરોગ્ય ટીમ દ્વારા લુણાવાડાની લીલાવતી હોસ્પિટલની પાછળના વિસ્તા‍રમાં આવેલા કંટેન્ટમેંટ ઝોન તેમજ ઘાંટી વિસ્તાર, તેલીની ફળી અને મીઠા ગણેશ વિસ્તારોના નાગરિકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. આરોગ્ય ટીમ દ્વારા દરેક નાગરિકોનું થર્મલ સ્ક્રીનીંગ અને SPO2 ની ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત નાગરિકોને હોમિયોપેથીક આસૈનિક આલ્બમ 200 ના સિંગલ ડોઝ, આયુર્વેદિક અમૃતપેય ઉકાળાના પેકેટો અને આયુર્વેદિક દવા શંશમવટીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આરોગ્યની ટીમ દ્વારા દરેક નાગરિકોને સોશિયલ ડિસ્ટન્સ તેમજ કેવી રીતે વારંવાર હાથ ધોવા તે અંગેની સમજ આપવાની સાથે જરૂર વગર ઘરની બહાર ન નીકળવા અને જો ઘરની બહાર નીકળવાનું થાય, ત્યારે ફરજિયાત માસ્ક પહેરીને જ બહાર નીકળવા અંગે સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત કંટેન્ટમેંટ ઝોનના નિયમો વિશેની જાણકારી આપતી પત્રિકાનું વિતરણ કરી સરકાર દ્વારા અવાર-નવાર આપવામાં આવતી સુચનાઓનું પાલન કરી સલામત અને સુરક્ષિત રહેવા પણ સમજાવવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.