મહીસાગર: સમગ્ર મહીસાગર જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે. મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતાં તેમજ વરસાદે વિરામ લેતા કડાણા ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા છે. ડેમના ઉપરવાસમાંથી 79,430 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે પાવર હાઉસ મારફતે 20,000 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તેમજ 500 ક્યુસેક પાણી સુજલામ સુફલામ કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે. કુલ પાણીની જાવક 20,500 ક્યુસેક છે. ડેમનું જળ સ્તર 415.7 ફૂટ છે. જે 1 સપ્ટેમ્બરના રૂલ લેવલ 416 ફૂટ કરતાં ઓછું છે. રૂલ લેવલ જાળવી રાખવા ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું છે. ડેમની ભયજનક સપાટી 419 ફૂટ છે.
મહીસાગર: કડાણા ડેમમાં ઉપરવાસમાં પાણીની આવક ઘટતાં ડેમના ગેટ બંધ કરવામાં આવ્યા - Ocean Rain News
મહીસાગર જિલ્લામાં હવે વરસાદે જાણે વિરામ લીધો છે. જેથી જિલ્લાના કડાણા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતાં ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા છે. રૂલ લેવલ જાળવી રાખવા ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું છે.