ETV Bharat / state

જિલ્લા વિકાસ અધિકારીએ ધાર્મિક તહેવારોમાં કોરોના સંદર્ભે ધાર્મિક વડાઓ સાથે યોજી બેઠક - મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી

મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા પોલીસ વડા ઉષા રાડાની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદનના સભા ખંડમાં આગામી માસમાં આવતા ધાર્મિક તહેવારોના અનુસંધાને બેઠક યોજવામાં આવી હતી.

મહીસાગર
મહીસાગર
author img

By

Published : Jul 21, 2020, 10:28 PM IST

લુણાવાડા: મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા પોલીસ વડા ઉષા રાડાની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદનના સભા ખંડમાં આગામી માસમાં આવતા ધાર્મિક તહેવારોના અનુસંધાને ગૃહ વિભાગ, ગુજરાત સરકારની ગાઇડ લાઇન મુજબ ધાર્મિક સ્થળો/ઉપાસનાના સ્થળોમાં કોરોના વાઇરસના સંક્રમણને નિયંત્રિત રાખવાના હેતુસર જિલ્લામાં આવેલા વિવિધ ધાર્મિક મંડળો, આયોજકો, ટ્રસ્ટીઓસાથે તેઓને કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને ગૃહ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા SOPનું અમલવારી કરવા અંગે બેઠક યોજાય હતી.

આ બેઠકને સંબોધતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારીએ ઉપસ્થિતોને જણાવ્યું હતું કે,ધાર્મિક સ્થળો / ઉપાસનાના સ્થળોમાં કોરોના વાઇરસના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે સરકાર દ્વારા જાહેર કરેલી ગાઇડલાઇન મુજબ પ્રવેશ દ્વાર ઉપર ફરજીયાત હાથની સ્વચ્છતા માટે સાબુ પાણી અથવા સેનેટાઇઝર અને થર્મલ સ્ક્રિનીંગની વ્યવસ્થા ગોઠવવાની રહેશે. માસ્ક પહેરેલી વ્યક્તિઓને જ પ્રવેશની મંજુરી આપવાની રહેશે. ધાર્મિક સ્થળ પર પરીસરની અંદર કે બહાર સામાજીક અંતરનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

ધાર્મિક સ્થળ પર વ્યક્તિઓને મોટા પ્રમાણમાં સમુહમાં એકત્ર કરવા, મોટા મેળાવડા, ધાર્મિક સભા, સત્સંગ જેવા સમુહ કાર્યો પર પ્રતિબંધ રહેશે. ધાર્મિક સ્થાનની અંદર પ્રસાદ, પ્રવિત્ર પાણીનું વિતરણ અથવા પ્રવિત્ર જળ છંટકાવ પર પ્રતિબંધ છે. ધાર્મિક સ્થાનોએ કોવિડ -19 અંગે નિવારક પગલા
દર્શાવતા પોસ્ટરો-લખાણો યોગ્ય જગ્યાએ સ્પષ્ટ પણે પ્રદર્શીત કરવાના રહેશે. તેમજ કોરોના સંદર્ભની જાગૃતિ માટે ઓડીયો તેમજ વીડિયો ક્લિપ નિયમીત પણે ચલાવવાની રહેશે. આમ SOP ઉપરાંત ભારત સરકાર અને રાજ્ય સરકારની વખતો વખતની કોરોના સંદર્ભના દિશા નિર્દેશોનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે તેમ જણાવ્યું હતું.

વધુમાં જિલ્લામાં આવેલા વિવિધ ધાર્મિક મંડળો, આયોજકો, ટ્રસ્ટીઓને સમજુત કરી તેઓ સ્વૈચ્છિક રીતે જ ધાર્મિક મેળા, ગણેશ મંડળોને આયોજન ન કરવા તેમજ ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા સુચના આપી હતી. ફલાઈંગ સ્ક્વોડની રચના કરી આકસ્મિક તપાસણી કરવામાં આવશે. જાહેર જનતા દ્વારા પણ ધાર્મિક મૂર્તિઓનું જાહેર સ્થળોએ સ્થાપન ન કરતા પોતાના ઘરમાં જ પૂજા અર્ચના કરવા તેમજ જાહેર સ્થળોએ મૂર્તિઓનું વિસર્જન ન કરવા જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર આર.આર.ઠક્કર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, પ્રાંત અધિકારીઓ બ્રીજેશ મોડીયા, વિપુલ ચૌધરી તેમજ વિવિધ ધાર્મીક સ્થળોના મહંતો, આયોજકો, ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.