ETV Bharat / state

કન્ટેનમેન્ટ વિસ્તારમાં આવેલા સરાડીયાની કોરોના સંદર્ભે જિલ્લા કલેકટરે મુલાકાત લીધી

કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં આવેલા સરાડીયાની કોરોના સંદર્ભે જિલ્લા કલેકટરે મુલાકાત લીધી હતી. તેમજ આરોગ્યતંત્ર દ્વારા થયેલી કામગીરીની પૃચ્છા કરી કોરોના સંદર્ભે સાવચેતી રાખવા તેમજ કોરોના સંક્રમણ અંગે આરોગ્ય ટીમ દ્વારા થયેલ જમીની સ્તરની ચકાસણી કરી ઉપસ્થિતોને જરૂરી સલાહ સૂચનો સાથે માર્ગદર્શન આપ્યું હતું.

કલેક્ટર મુલાકાત
કલેક્ટર મુલાકાત
author img

By

Published : May 21, 2020, 7:02 PM IST

લુણાવાડા: કોરોના વાઇરસને નિયંત્રણમાં રાખવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. જેનાથી કોરોનાવાઇરસને જિલ્લામાં ફેલાતો અટકાવી શકાય. વીરપુર તાલુકાના સરાડિયા વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ આવતા કન્ટેન્ટમેન્ટ એરિયામાં સંક્રમણને ફેલાતું અટકાવવા આરોગ્ય તંત્ર દ્વારા સઘન પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.

કલેક્ટર મુલાકાત
કલેક્ટર મુલાકાત

કન્ટેન્ટમેન્ટ ઝોનમા આરોગ્યતંત્ર દ્વારા આયુર્વેદિક ઉકાળા વિતરણ, સમસમ વટીની આયુર્વેદિક ગોળી વિતરણ અને હોમિયોપેથીક દવા આર્સેનિક આલ્બમ તેમજ અવાર નવાર આ વિસ્તારમાં લોકોની આરોગ્ય તપાસણી જેવા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તે સંદર્ભેની થયેલી કામગીરીનું જાત નિરિક્ષણ માટે જિલ્લા કલેકટર આર.બી બારડે સરાડીયાએ કન્ટેન્મેન્ટ ઝોનની મુલાકાત લીધી હતી.

કલેકટરે આ ગામોના ગ્રામજનોને આરોગ્યતંત્ર દ્વારા થયેલી કામગીરીની પૃચ્છા કરી કોરોના સંદર્ભે સાવચેતી રાખવા તેમજ કોરોના સંક્રમણ અંગે આરોગ્ય ટીમ દ્વારા થયેલ જમીની સ્તરની ચકાસણી કરી ઉપસ્થિતોને જરૂરી સલાહ સૂચનો સાથે માર્ગદર્શન આપ્યું હતું.

કલેકટરે આ વિસ્તારમાં ચાલતા સુજલામ સુફલામ જળસંચય યોજના અંતર્ગત તળાવ ઊંડા કરવાના કામની મુલાકાત લઇ થયેલી કામગીરીની તેમજ કોરોના સંદર્ભે રખાતી તકેદારીની જાત તપાસ કરી હતી. આ મુલાકાત વેળાએ નાયબ જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રિકાબેન ભાભોર અને આરોગ્ય વિભાગ તેમજ ડીઆરડીએના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.