ETV Bharat / state

મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 9 થઈ - District Collector

કોરોના વાઇરસ સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં અનેક પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોમાં જાગૃતિ આવે તે ખુબ જરૂરી છે. ત્યારે મહીસાગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.

etv bharat
મહીસાગર જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના કુલ નવ પોઝીટીવ કેસો
author img

By

Published : Apr 21, 2020, 10:18 AM IST

મહીસાગર: કોરોના વાઇરસ સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં અનેક પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોમાં જાગૃતિ આવે તે ખુબ જરૂરી છે. ત્યારે મહીસાગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.

મહીસાગર જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના કુલ નવ પોઝીટીવ કેસો
મહીસાગર જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના કુલ નવ પોઝીટીવ કેસો

જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 9 કેસ પોઝિટિવ આવ્યા છે. 20 અપ્રિલ સુધીમાં જિલ્લામાં 1316 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે તેમજ 32 વ્યક્તિઓને સરકારી ફેસીલીટીમાં ક્વોરન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. સોમવારે જીલ્લાના સંતરામપુર તાલુકાના 02 અને બાલાસિનોર શહેરના 04 કેસ પોઝિટિવ આવતા કુલ 06 પોઝિટિવ કેસ નોંધાયા હતા.

સંતરામપુર તાલુકાના શીરગામમાંથી 34 વર્ષની મહિલા તેમજ 60 વર્ષના પુરુષ દર્દીનો કેસ પોઝિટિવ નોંધાયો હતો. તેમજ બાલાસિનોર શહેરમાં 37 વર્ષીય પુરુષ, 62 વર્ષીય મહિલા, 86 વર્ષના મહિલા અને 54 વર્ષના અન્ય એક મહિલાનો કેસ પોઝિટિવ નોંધાતા બાલાસિનોરમાં કે.એસ.પી. મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જે તમામની હાલત હાલ સામાન્ય હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યુ હતું. તેમજ કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારમાં આરોગ્યની ટીમો દ્વારા સેનિટાઇઝેશન અને સર્વેલન્સની કામગીરી દૈનિક ઘોરણે કરવામાં આવી રહી છે. હોમ ક્વોરેન્ટાઇન તમામ વ્યક્તિઓની દૈનિક ધોરણે આરોગ્ય તપાસ/ફોલોઅપ કામગીરી આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. જે અન્વયે કોઇ પણ શંકાસ્પદ દર્દી જણાય તો તાત્કાલિક સેમ્પલ લઇ તપાસ અર્થે મોકલી આપવામાં આવે છે. જિલ્લાના પોઝિટિવ આવેલા કેસોમાં વીરપુર, બાલાસિનોર અને સંતરામપુર ખાતે કલ્સ્ટર સર્વે કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.