લુણાવાડા: કરોનાને નાગરિકો હજી પણ ગંભીરતાથી નથી લઇ રહ્યા જેથી નાગરિકોમાં ગંભીરતા આવે અને તેઓમાં જાગૃતિ આવે તેમજ કોરોના વાઇરસના સંક્રમણને વધુ ફેલાતો અટકાવી શકાય તે હેતુથી પ્રાથમિક આરોગ્યજ કેન્દ્ર, વડાગામ ખાતે કેન્દ્રાના મેડીકલ ઓફિસર અને તેમની ટીમ દ્વારા ખાનપુર તાલુકાના ખાનગી પ્રેકટીસ કરતાં તબીબો તેમજ મેડીકલ સ્ટોરના 35 સ્ટાફના RTD COVID-19 ટેસ્ટ લેવામાં આવ્યા હતા. જે તમામના રીપોર્ટ નેગેટીવ આવતા આ તમામને 14 દિવસ માટેના ગ્રીન કાર્ડ આપવામાં આવ્યા હતા.
આ ઉપરાંત આરોગ્યત કર્મીઓ દ્વારા તમામને સોશિયલ ડિસ્ટન્સીંગ, માસ્કની ઉપયોગીતા અને સેનેટાઇઝરના ઉપયોગ વિશે તેમજ માસ્ક પહેર્યા વગર આવતા દર્દીઓ અને ગ્રાહકોને માલ ન આપવા તેમજ સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન થાય તે જોવા જણાવાયું હતું.