ETV Bharat / state

કડાણા ખાતે દુકાનદારો અને શાકભાજી વેપારીઓના RT-PCR સેમ્પલ લેવામાં આવ્યા - Kadana Health Team

મહીસાગર જિલ્લામાં વધતા કોરોના સંક્રમણને અટકાવવા અને જિલ્લાના નાગરિકોને સુરક્ષિત રાખવા જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીની રાહબરી હેઠળ આયુષ મંત્રાલયના દિશા નિર્દેશ પ્રમાણે આરોગ્યના કર્મીઓ અવિરત પણે ફરજ બજાવી રહ્યા છે.

કડાણા ખાતે દુકાનદારો અને શાકભાજી વેપારીઓના RT-PCR સેમ્પલ લેવામાં આવ્યા

author img

By

Published : Jul 31, 2020, 10:12 PM IST

મહીસાગર: કોરોના મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાઇરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે જિલ્લા કલેકટર આર.બી બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારીની રાહબરી હેઠળ આયુષ મંત્રાલયના દિશા નિર્દેશ પ્રમાણે જિલ્લા-તાલુકા અને ગ્રામ્યસ્તર સુધીના આરોગ્યના કર્મીઓ સતત અવિરત પણે પોતાની ફરજો અદા કરી રહ્યા છે.

આમ છતાં પણ હજુ નાગરિકો તેને ગંભીરતાથી નથી લઇ રહ્યા જેથી નાગરિકોમાં ગંભીરતા આવે અને તેઓમાં જાગૃતિ આવે તેમજ કોરોના વાઇરસના સંક્રમણને વધુ ફેલાતો અટકાવી શકાય.

તે હેતુથી શુક્રવારના રોજ કડાણા ખાતે લાયઝન અધિકારી એસ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર, નાયબ મામલતદાર, કડાણાના પી.આઇ.એ વિવિધ દુકાનદારો શાકભાજી-ફ્રુટની લારીઓની મુલાકાત લીધી હતી.

આ દરમિયાન કડાણાની આરોગ્ય ટીમ દ્વારા 32 વેપારીઓના RT-PCR સેમ્પાલ લેવામાં આવ્યા હતા. જે તમામના રીપોર્ટ નેગેટીવ આવતા આ તમામ વેપારીઓને ગ્રીન કાર્ડ આપવામાં આવ્યા હતા.

આ ઉપરાંત આ ટીમ દ્વારા દરેક દુકાનદારો અને શાકભાજીનો વ્યવસાય કરતાં વેપારીઓને સોશિયલ ડિસ્ટરન્સ, માસ્કની ઉપયોગીતા અને સેનેટાઇઝરના ઉપયોગ વિશે તેમજ માસ્ક પહેર્યા વગર આવતા ગ્રાહકોને માલ ન આપવા તેમજ દુકાનમાં-લારી પર સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય.

તે જોવા અને નાગરિકોને પણ માસ્ક પહેર્યા વગર બહાર ન નીકળવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા અને વારંવાર સાબુથી કે હેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ કરી હાથ ધોવા અંગે સમજ આપવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.