બાલાસિનોર : મહીસાગર જિલ્લાના બાલાસિનોરના પટેલ વાડા સ્થિત રણછોડ રાયજીના મંદિર તથા રામજી મંદિરથી આજે બુધવારે અષાઢ સુદ ત્રીજને શુભ દિવસે રથયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. દર વર્ષે આ શુભ દિવસે ભગવાન રથમાં બિરાજમાન થઈ અને ભક્તોના ઘરે જઈને દર્શન આપે છે. ભક્તો પણ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
જિલ્લા પોલિસ દ્વારા ચુસ્ત પોલીસ સુરક્ષા વ્યવસ્થા : બાલાસિનોરના રામજી મંદિર તથા રણછોડ રાયના મંદિરમાં આજે વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં ભક્તોએ સવારની મંગળા આરતીમાં ભાગ લીધો હતો. રણછોડરાયના મંદિરથી સવારે 10:30 કલાકે 23 મી રથયાત્રા તેમજ રામજી મંદિરેથી 121 મી રથયાત્રા નીકળી નગરના મુખ્ય રસ્તાઓ પર ફરી હતી. અને રામેશ્વર મંદિરે પહોંચી હતી. રથયાત્રામાં ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. રથમાં બિરાજમાન ભગવાને ભાવિકોને દર્શન આપ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે જિલ્લા પોલિસ દ્વારા ચુસ્ત પોલીસ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રથયાત્રા શરૂ થઈ હતી.
મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું સ્વાગત : રથયાત્રામાં ભગવાનના દર્શનની સાથે કોમી એકતાના દર્શન થયા હતા. બાલાસિનોરના મુસ્લિમ વિસ્તાર નિશાળચોક ખાતે મુસ્લિમભાઈઓ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુસ્લિમ સમાજ તરફથી શુભ સંદેશ પાઠવવામાં આવ્યો છે અને સ્વાગત કરવામાં આવ્યું છે.
આજે બાલાસિનોરની અંદર મુસ્લિમ સમાજ દ્વારા 135મી રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું છે. બાલાસિનોરની અંદર પહેલાની જેમ ભવિષ્યની અંદર કોમી એકતા જળવાયેલી હતી તેમ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી છે...અલતાફ શેખ(રથયાત્રાનું સ્વાગત કરતાં મુસ્લિમ બિરાદર)
લાઠીદાવનું કરતબ : આ વખતની રથયાત્રામાં હાજર ભક્તો દ્વારા કરતબબાજોના જુસ્સામાં વધારો કર્યો હતો. યુવકોએ લાઠીદાવ કરી અનોખુ આકર્ષણ જમાવ્યું હતું. અખાડામાં હાજર કરતબ બાજો દ્વારા અનેકવિધ કરતબો કરવામાં આવ્યા હતા વિવિધ કરતબો જોઈને ભક્તોના ચહેરા આશ્ચર્યથી ખીલી ઉઠ્યા હતા.
દશમી સુધી ભગવાન જગન્નાથ લોકો વચ્ચે રહે છે : બાલાસિનોરમાં રથયાત્રાનો ઉત્સવ એ ઘણાં વર્ષોથી સતત ઉજવાતો તહેવાર છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો રથયાત્રામાં ભાગ લે છે. રથયાત્રામાં આવનારા ભક્તોની સંખ્યા દર વર્ષે વધી રહી છે. આમ તો દરરોજ ભક્તોએ ભગવાનનાં દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે. પરંતુ, આ એક એવો તહેવાર છે કે, રથયાત્રાના દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે. જગન્નાથ સમગ્ર વિશ્વ અને સમગ્ર માનવ જાતિના આદરણીય દેવતા છે. આ સાર્વજનિક યાત્રા દર વર્ષે અષાઢ મહિનાના તેજ શુક્લ પક્ષના બીજા દિવસે શરૂ થાય છે અને દસમા દિવસે સમાપ્ત થાય છે. એવી માન્યતા છે કે અષાઢ શુક્લની દ્વિતિયાથી દશમી સુધી ભગવાન જગન્નાથ લોકોમાં રહે છે.
- Ahmedabad News : ભગવાન જગન્નાથ ભાઈબહેન સહિત ગર્ભગૃહમાં થયાં બિરાજમાન, મહંતે દિલથી કહ્યાં આભારવચન
- Ashadhi Beej 2023 : અષાઢી બીજ નિમિત્તે નવા રણુજામાં ભક્તોનું ઘોડાપુર, 52 ગજની ધ્વજાનું આરોહણ કરાયું
- Ahmedabad Jagannath Temple : અમદાવાદનું જગન્નાથ મંદિર પરિસર કરાશે રિડવેલપ, બહારથી આવનાર લોકો માટે અનેક સુવિધાઓ