મહીસાગર: રાજ્યમાં ઉનાળાની વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાનમાં પલટો આવતા ફરી એકવાર ઠંડી, ગરમી અને વરસાદ એમ ત્રણ ઋતુઓનો સંગમ જોવા મળી રહ્યો છે. બિપોરજોય પસાર થયા પછી સમગ્ર ગુજરાતમાં તેની અસર જોવા મળી રહી છે. જેના કારણે મહીસાગર જિલ્લામાં મોડી રાત્રે અને વહેલી સવારે સતત બીજા દિવસે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. જિલ્લાના મુખ્ય શહેર સહિત અનેક ગ્રામ્ય વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થવા પામ્યો છે.
સવારથી ધીમી ધારે વરસાદ: આજે વહેલી સવારે મહીસાગરમાં ધુમ્મસવાળુ વાતાવરણ સર્જાતા વિઝિબ્લિટીમાં પણ ઘટાડો થયો હતો. મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. મહીસાગરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરુ થયો છે. પવન સાથે વરસાદ શરૂ થતા વાતાવરણ ઠંડુ બન્યું છે. તો કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. હાલ જિલ્લાના બાલાસિનોર, વિરપુર, ધામોદ, લાલસર, કોઠંબા સહિત અન્ય કેટલાક વિસ્તારમાં વહેલી સવારથી જ છૂટો છવાયો વરસાદ વરસ્યો છે.
રીપેરીંગ કરવાની કામગીરી: બિપોરજોય પસાર થયા પછી જિલ્લાના છ તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. જેમાં લુણાવાડામાં 8 MM, સંતરામપુરમાં 9 MM, વીરપુરમાં 14 MM, ખાનપુરમાં 16 MM, કડાણામાં 4 MM, અને બાલાસિનોરમાં 6 MM વરસાદ નોંધાયો છે. જિલ્લામાં આજે વહેલી સવારે સૌથી વધારે ખાનપુરમાં 16 MM જ્યારે સૌથી ઓછો કડાણામાં 4 MM વરસાદ વરસ્યો છે. પવન સાથે વરસાદ થતાં સમગ્ર જિલ્લામાં 27 જેટલા વીજપોલ ધરાસાઈ થયા છે. જેને મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા અલગ અલગ ટિમો બનાવી રીપેરીંગ કરવાની કામગીરી હાથ ધરાઈ છે