ETV Bharat / state

મહીસાગરમાં ગુજરાત પોષણ અભિયાન 2020-2022 અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ - પોષણ અભિયાન

લુણાવાડાઃ સુપોષિત ગુજરાત માટે સંગઠિત સંકલિત અને સધન પ્રયાસોની જરૂરિયાતના ભાગ રૂપે મુખ્ય પ્રધાનના માર્ગદર્શન હેઠળ “ ગુજરાત પોષણ અભિયાન – 2020-2022 ” અભિયાન સ્વરૂપે 23 જાન્યુઆરી 2020ના રોજ દાહોદ ખાતેથી લોન્ચ કરવામાં આવી રહ્યુ છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં જનભાગીદારીની ઝુંબેશ સ્વરૂપે કામગીરી હાથ ધરવા કુપોષણ સ્તર નીચું લાવવા તેમજ અતિકુપોષિત બાળકોના “ પાલક વાલી “ નક્કી કરવા માટે સૂચનો અને આયોજન અંગે કલેક્ટર કચેરી સભાખંડ ખાતે ઇનચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારી અધ્યક્ષતામાં અને જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન ખાંટની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ. જેમાં સુપોષણ સપ્તાહ ઉજવણી તેમજ કુપોષણ મુક્ત મહીસાગર બનાવવા લાંબાગાળાના આયોજન અંગે પણ ઉપસ્થિતોએ વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી.

મહીસાગરમાં ગુજરાત પોષણ અભિયાન 2020-2022 અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ

author img

By

Published : Jan 22, 2020, 3:25 AM IST

કુપોષણ મુક્ત મહીસાગર માટે સહિયારા પ્રયાસની અપિલ ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર નેહા કુમારીએ કરી હતી.

બેઠકમાં જિલ્લામાં અતિ ઓછા વજનવાળા બાળકોની યાદી અનુસાર બાળકને દત્તક લેનાર પાલક વાલીની યાદી તૈયાર કરવા જિલ્લા કલેક્ટરે અનુરોધ કરતાં કુપોષણ મુક્ત મહીસાગર માટે સૌએ સહિયારા પ્રયાસ માટે સંકલ્પ બધ્ધ થવા અપિલ કરી હતી.

આ બેઠકમાં પ્રોગ્રામ ઓફિસર શિલ્પાબેન ડામોરે સુપોષણ સપ્તાહ કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, ગ્રામ્ય વોર્ડ સ્તરે જિલ્લાની તમામ આંગણવાડીમાં વાતવરણ નિર્માણના ભાગરૂપે ૨૫ જાન્યુઆરી થી 29 જાન્યુઆરી સુધી જિલ્લા પંચાયત બેઠક દીઠ અને નગરપાલીકા દીઠ પોષણ અભિયાન સંકલ્પની પૂર્વ તૈયારી અને વાતાવરણ નિર્માણ માટે જનજાગૃતિ કાર્યક્રમ અન્વયે પાંચ દિવસ સ્વચ્છતા દિવસ, બાળતુલા દિવસ, મમતાદિવસ, કિશોરી દિવસ અને લોકજાગૃતિ તેમજ 30 જાન્યુઆરીથી 1લી ફેબ્રુઆરી સુધી જિલ્લામાં કાર્યક્રમ યોજાનાર છે.

આ બેઠકમાં ગુજરાત પોષણ અભિયાન વર્ષ 2020 હેઠળ નક્કર કામગીરી - મિશનના લક્ષ્યાંક અંગે 100 ટકા બાળકોનું સંપૂર્ણ રસીકરણ, કુપોષિત અને અતિ કુપોષિત મુકત આંગણવાડી બનાવવી, કિશોરીઓમાં એનીમિયાનો પ્રમાણમાં ઘટાડો, અતિ ગંભીર એનીમિક સગર્ભાઓનું પ્રમાણ “શૂન્ય” કરવું, જન્મ સમયે ઓછા વજન વાળા બાળકોનાં પ્રમાણમાં વાર્ષિક 3 ટકાનો ઘટાડો, શિશુ મૃત્યુદર 1000 જીવિત જન્મે 30 થી ઘટાડીને 9 સુધી લઈ જવું, માતા મૃત્યુદર 100000 જીવિત જન્મે 87 થી ઘટાડીને 49 સુધી લઈ જવા અંગે માહિતી આપવામાં આવી હતી.

આ બેઠકમાં તાલુકા પંચાયત પ્રમુખો, નગરપાલિકા પ્રમુખો, પદાધિકારીઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભાભોર, જિલ્લા આરોગ્ય અધિકારી શાહ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધીઓ, સંબધિત અધિકારીઓ, જિલ્લા પંચાયત આઇ.સી.ડી.એસ વિભાગના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Intro:
કુપોષણ મુક્ત મહીસાગર માટે સહિયારા પ્રયાસની અપિલ કરતા ઇન્ચા.જિલ્લા કલેક્ટર નેહા કુમારી

લુણાવાડા,       

સુપોષિત ગુજરાત માટે સંગઠિત સંકલિત અને સધન પ્રયાસોની જરૂરિયાતના ભાગ રૂપે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ “ ગુજરાત પોષણ અભિયાન – 2020-2022 ” અભિયાન સ્વરૂપે ૨૩ જાન્યુઆરી 2020 ના રોજ દાહોદ ખાતેથી લોન્ચ કરવામાં આવી રહ્યુ છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં જનભાગીદારીની ઝુંબેશ સ્વરૂપે કામગીરી હાથ ધરવા કુપોષણ સ્તર નીચું લાવવા તેમજ અતિકુપોષિત બાળકોના “ પાલક વાલી “ નક્કી કરવા માટે સૂચનો અને આયોજન અંગે કલેક્ટર કચેરી સભાખંડ ખાતે ઇનચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારી અધ્યક્ષતામાં અને જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન ખાંટની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ. જેમાં સુપોષણ સપ્તાહ ઉજવણી તેમજ કુપોષણ મુક્ત મહીસાગર બનાવવા લાંબાગાળાના આયોજન અંગે પણ ઉપસ્થિતોએ વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી.

Body:બેઠકમાં જિલ્લામાં અતિ ઓછા વજનવાળા બાળકોની યાદી અનુસાર બાળકને દત્તક લેનાર પાલક વાલીની યાદી તૈયાર કરવા જિલ્લા કલેક્ટરે અનુરોધ કરતાં કુપોષણ મુક્ત મહીસાગર માટે સૌએ સહિયારા પ્રયાસ માટે સંકલ્પ બધ્ધ થવા અપિલ કરી હતી.   
આ બેઠકમાં પ્રોગ્રામ ઓફિસર શિલ્પાબેન ડામોરે સુપોષણ સપ્તાહ કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, ગ્રામ્ય વોર્ડ સ્તરે જિલ્લાની તમામ આંગણવાડીમાં વાતવરણ નિર્માણના ભાગરૂપે ૨૫ જાન્યુઆરી થી 29 જાન્યુઆરી સુધી જિલ્લા પંચાયત બેઠક દીઠ અને નગરપાલીકા દીઠ પોષણ અભિયાન સંકલ્પની પૂર્વ તૈયારી અને વાતાવરણ નિર્માણ માટે જનજાગૃતિ કાર્યક્રમ અન્વયે પાંચ દિવસ સ્વચ્છતા દિવસ, બાળતુલા દિવસ, મમતાદિવસ, કિશોરી દિવસ અને લોકજાગૃતિ તેમજ  30 જાન્યુઆરીથી 1લી ફેબ્રુઆરી સુધી જિલ્લામાં કાર્યક્રમ યોજાનાર છે. 

     આ બેઠકમાં ગુજરાત પોષણ અભિયાન -વર્ષ 2020 હેઠળ નક્કર કામગીરી - મિશનના લક્ષ્યાંક અંગે 100 ટકા બાળકોનું સંપૂર્ણ રસીકરણ, કુપોષિત અને અતિ કુપોષિત મુકત આંગણવાડી બનાવવી, કિશોરીઓમાં એનીમિયાનો પ્રમાણમાં ઘટાડો, અતિ ગંભીર એનીમિક સગર્ભાઓનું પ્રમાણ “શૂન્ય” કરવું, જન્મ સમયે ઓછા વજન વાળા બાળકોનાં પ્રમાણમાં વાર્ષિક 3 ટકાનો ઘટાડો, શિશુ મૃત્યુદર 1000 જીવિત જન્મે 30 થી ઘટાડીને 9 સુધી લઈ જવું, માતા મૃત્યુદર 100000 જીવિત જન્મે 87 થી ઘટાડીને 49 સુધી લઈ જવા અંગે માહિતી આપવામાં આવી. 

Conclusion:આ બેઠકમાં તાલુકા પંચાયત પ્રમુખો, નગરપાલિકા પ્રમુખો, પદાધિકારીઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભાભોર, જિલ્લા આરોગ્ય અધિકારી શાહ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધીઓ, સંબધિત અધિકારીઓ, જિલ્લા પંચાયત આઇ.સી.ડી.એસ વિભાગના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. 
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.